કેતન પટેલ, મહેસાણા: મહેસાણા જિલ્લાના નાના એવા ગામ રાવળાપુરા ગામમાં ખેડૂતે પોતાની જમીન ગીરવે મૂકીને પુત્રને ઉચ્ચતર અભ્યાસ આપવાનો પ્રયત્ન કરેલો જે આજે સિદ્ધ થયો અને અને આજે આ ખેડૂત પુત્રએ ૮૫ ટકા સાથે તેણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (કેટ)ની પરીક્ષા ઉત્તીર્ણ કરતાં ૮ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાંથી ઈન્ટરવ્યુ કોલ મળ્યા હતા. પરંતુ, તેણે જમ્મુ, કાશીપુર, સંભલપુર અને બોધગયા સહિતની કોલેજોને બદલે રાંચી સ્થિત આઈઆઈએમમાં પ્રવેશ મેળવ્યો.
પોતાના પિતા પાસે આર્થિક સગવડ નહિ હોવાથી ઘરે બેસીને લોકડાઉનમાં જાતે મહેનત કરી એક વાર ફેલ થયા પછી હિંમત હાર્યા વિના ૮૫ ટકા સાથે તેણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (કેટ)ની પરીક્ષા ઉત્તીર્ણ કરતાં ૮ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાંથી ઈન્ટરવ્યુ કોલ મળ્યા હતા. પરંતુ, તેણે જમ્મુ, કાશીપુર, સંભલપુર અને બોધગયા સહિતની કોલેજોને બદલે રાંચી સ્થિત આઈઆઈએમમાં પ્રવેશ મેળવ્યો હતો.
કોમર્સની ડિગ્રી, એમબીએમાં અભ્યાસ અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં સફળ થવા નાણાંકીય વ્યવસ્થા થાય તેટલી પરિવારની આવક ન હતી. પુત્રની કારકિર્દીનું ઘડતર કરવા માટે નાણાંની ખેંચ બાધારૂપ ન બને તે માટે તેમણે પોતાની બે એકર જમીન તારણમાં મુકી દીધી હતી અને નાણાં ખૂટી પડતાં શૈક્ષણિક લોન મેળવી હતી. પુત્રને ભણાવવા પૈસાની ખેંચ બાધક ન બને તે માટે તેમણે પશુ પાલનનો પુરક વ્યવસાય પણ અપનાવ્યો હતો.