Home » photogallery » gujarat » બનાસકાંઠામાં બુટલેગરો બેફામ, પોલીસની આંખમાં સ્પ્રે છાંટી પોલીસની જ ગાડી લઈ થયા ફરાર

બનાસકાંઠામાં બુટલેગરો બેફામ, પોલીસની આંખમાં સ્પ્રે છાંટી પોલીસની જ ગાડી લઈ થયા ફરાર

પોલીસે, બુટલેગરોની કારમાંથી દારૂ કબ્જે લઈ, આ કાર કોની છે, કારમાં કેટલો દારૂ છે, તે જાણી અજાણ્યા બુટલેગરો વિરુદ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી

  • 15

    બનાસકાંઠામાં બુટલેગરો બેફામ, પોલીસની આંખમાં સ્પ્રે છાંટી પોલીસની જ ગાડી લઈ થયા ફરાર

    રાજ્યમાં દારૂ બંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. રોજે રોજે રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરોઅવનવા પેતરા અજમાવતા હોય છે. ક્યારે સફળ થઈ જાય છે તો, ક્યારે પોલીસ બાતમીના આધારે દારૂ ઝડપી પાડવામાં સફળ થઈ જાય છે. પરંતુ આજે તો બનાસકાંઠામાં બુટલેગરોએ તમામ હદ વટાવી દીધી. બેફામ બુટલેગરોએ પોલીસથી બચવા માટે પોલીસ પર હુમલો કરી પોલીસની ગાડી જ લઈ ફરાર થઈ ગયા.

    MORE
    GALLERIES

  • 25

    બનાસકાંઠામાં બુટલેગરો બેફામ, પોલીસની આંખમાં સ્પ્રે છાંટી પોલીસની જ ગાડી લઈ થયા ફરાર

    પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠામાં અમીરગઢ પોલીસે વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી, આ દરમ્યાન એક કારનું ચેકિંગ કરતા સમયે બુટલેગરોએ ફિલ્મી ઢબે પોલીસ પર હુમલો કરી દીધો. પોલીસ કાંઈ સમજે તે પહેલા તો બેફામ બુટલેગરોએ પોલીસની આંખમાં જ્વલનશિલ સ્પ્રે છાંટી દીધો. અને દારૂ ભરેલી કાર છોડી પોલીસની ગાડી લઈ ફરાર થઈ ગયા.

    MORE
    GALLERIES

  • 35

    બનાસકાંઠામાં બુટલેગરો બેફામ, પોલીસની આંખમાં સ્પ્રે છાંટી પોલીસની જ ગાડી લઈ થયા ફરાર

    પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજસ્થાન પાર્સિંગની સ્વીફ્ટ RJ18 CB 5412 નંબરની ગાડી પર શંકા જતા, તે કારનું ચેકિંગ હાથ ધરવા માટે કાર ઉભી રાખી, તો બુટલેગરોએ બહાર આવી પોલીસ જવાનની આંખમાં જ્વલનશીલ સ્પ્રે છાંટી દીધો અને પોલીસ કર્મીની ખાનગી ગાડી લઈ પરાર થઈ ગયા.

    MORE
    GALLERIES

  • 45

    બનાસકાંઠામાં બુટલેગરો બેફામ, પોલીસની આંખમાં સ્પ્રે છાંટી પોલીસની જ ગાડી લઈ થયા ફરાર

    આ ઘટના બાદ પોલીસ બેડામાં હાહાકાર મચી ગયો છે. બુટલેગરોએ પોલીસ પર આ રીતે હુમલો કરી પોલીસની જ ગાડી લઈ ફરાર થઈ જવાની ઘટના રાજ્યમાં લગબગ પહેલી ઘટના હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 55

    બનાસકાંઠામાં બુટલેગરો બેફામ, પોલીસની આંખમાં સ્પ્રે છાંટી પોલીસની જ ગાડી લઈ થયા ફરાર

    હાલમાં અમીરગઢ પોલીસે, બુટલેગરોની કારમાંથી દારૂ કબ્જે લઈ, આ કાર કોની છે, કારમાં કેટલો દારી છે, તે જાણી અજાણ્યા બુટલેગરો વિરુદ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

    MORE
    GALLERIES