ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat weather updates) હાલ ઉત્તર-પૂર્વથી પૂર્વના ઠંડા પવનથી (cold wave in Gujarat) ફરીથી ઠંડીનો પારો ગગડ્યો છે. શનિવારે, રાજ્યના 6 શહેરોમાં ઠંડીનો પારો 12 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. અમદાવાદમાં ફરીથી ઠંડીનો પારો ગગડીને 11.9 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે નલિયા 8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બેથી ત્રણ દિવસ સુધી હવામાનમાં ફેરફાર નોંધાશે નહીં પરંતુ તે બાદ રાજ્યમાં ગરમીમાં ક્રમશ વધારો થશે. જોકે, સોમવારે Valentine's Day બાદ રાજ્યમાં તાપમાનમાં થોડો વધારો નોંધાવવાની શક્યતા છે.
શનિવારે ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો, ગાંધીનગરમાં 9.4 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં આગામી 3 દિવસ 12 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. અમદાવાદમાં 11.9 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો ઘટાડો થયો હતો. જ્યારે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવનાર ૩ દિવસ અમદાવાદમાં 13 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાઇ શકે છે.
અમદાવાદ ઉપરાંત શનિવારે, વડોદરામાં 11, ડીસામાં 12, રાજકોટ અને જુનાગઢમાં 12.7, ભૂજમાં 13.6, કંડલામાં 14, ભાવનગરમાં 14.2, પોરબંદરમાં 15.8, સુરતમાં 16.1 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે, 'આવનારા બેથી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. ત્યારબાદ બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં વધારો થશે. જેથી ગરમીનો અહેસાસ થશે.'
નોંધનીય છે કે, ઉત્તર-પૂર્વથી પૂર્વના ઠંડા પવનની અસરથી અમદાવાદમાં ઠંડીનો પારો શુક્રવાર કરતાં 3.5 ડિગ્રી ગગડીને 11.9 ડિગ્રી થતા ઠંડીનો ચમકારો નોંધાયો હતો. મહત્તમ તાપમાન 30.9 ડિગ્રી નોંધાયું હતું. હજુ બેથી ત્રણ દિવસ શહેરમાં ઠંડીનો પારો વધવાની શક્યતા છે. આગાહી પ્રમાણે, સોમવારથી રાજ્યમાં ગરમીમાં ક્રમશ વધારો થવાની આગાહી છે.
<br />ગુજરાતમાં રવી પાકની વાત કરીએ તો, 31મી જાન્યુઆરી સુધીના ખેતીવાડી ખાતાના ફાઇનલ રિપોર્ટ મુજબ રાજ્યમાં રવી વાવેતરમાં આ છેલ્લા બે વર્ષથી વધારો જોવા મળી રહ્યો છે. કુલ વાવેતર વિસ્તાર કરતા વધુ વિસ્તારમાં વાવેતર થઇ રહ્યું છે. કુલ વાવેતર વિસ્તાર 121556 હેક્ટર છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન 125474 હેક્ટરમાં બટાકાનું વાવેતેર થયું હતું. જ્યારે ચાલુ વર્ષે 127795 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે.