Home » photogallery » gujarat » વરસાદની રાહનો અંત! ગુજરાતમાં મેઘરાજાની સવારી ચારેકોર ફરી વળશે, જાણો શું છે આગાહી

વરસાદની રાહનો અંત! ગુજરાતમાં મેઘરાજાની સવારી ચારેકોર ફરી વળશે, જાણો શું છે આગાહી

Rain forecast in Gujarat: હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બંગાળની ખાડી પર 17 ઓગસ્ટ, બુધવાર સુધીમાં લો પ્રેશર સર્જાશે. જે પશ્ચિમ તરફ આગળ વધશે.

विज्ञापन

  • 14

    વરસાદની રાહનો અંત! ગુજરાતમાં મેઘરાજાની સવારી ચારેકોર ફરી વળશે, જાણો શું છે આગાહી

    ગાંધીનગર: ગુજરાતમાંથી (Gujarat) વરસાદે છેલ્લા બે સપ્તાહથી વિરામ લીધો છે જેથી ખેડૂતોની (Gujarat farmer wants rain) ચિંતા સાથે ગરમીનું પ્રમાણ વધ્યું છે. શ્રાવણ માસમાં (Shravan rain) ભાદરવા જેવી ગરમી પડી રહી છે. રાજ્યમાં (Gujarat rainfall) માત્ર 12.26 ઈંચ સાથે મોસમનો સરેરાશ 37.09 % વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં વરસાદની 48% ઘટ છે. આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે, ગુજરાતમાં હવે ફરી ચોમાસું જામી શકે છે. હવામાન વિભાગની આગાહી (Gujarat weather forecast) અનુસાર, ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં 17મી ઓગસ્ટ સુધીમાં લો પ્રેશર સર્જાશે અને આગામી ગુરુવારથી ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી છે.

    MORE
    GALLERIES

  • 24

    વરસાદની રાહનો અંત! ગુજરાતમાં મેઘરાજાની સવારી ચારેકોર ફરી વળશે, જાણો શું છે આગાહી

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બંગાળની ખાડી પર 17 ઓગસ્ટ, બુધવાર સુધીમાં લો પ્રેશર સર્જાશે. જે પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. જેના પગલે ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરીથી આગમન થઇ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ,પંચમહાલ,ખેડામાં મધ્યમ વરસાદ પડી શકે છે.

    MORE
    GALLERIES

  • 34

    વરસાદની રાહનો અંત! ગુજરાતમાં મેઘરાજાની સવારી ચારેકોર ફરી વળશે, જાણો શું છે આગાહી

    આ સાથે આગાહી કરતા જણાવ્યું છે કે, શુક્રવારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં ભારે અને અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સાથે શનિવારે ભરૂચ, સુરત, વલસાડ, તાપીમાં ભારે, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં મધ્યમ વરસાદ પડશે. કેટલાક જિલ્લામાં આગામી ગુરુવારથી શનિવાર 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન પણ ફૂંકાઇ શકે છે.

    MORE
    GALLERIES

  • 44

    વરસાદની રાહનો અંત! ગુજરાતમાં મેઘરાજાની સવારી ચારેકોર ફરી વળશે, જાણો શું છે આગાહી

    જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરનું વહન તારીખ 18 ઓગસ્ટથી સક્રિય થતા રાજ્યના અનેક ભાગોમાં તારીખ 19 ઓગસ્ટથી તેની અસર જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. તો તારીખ 21થી 23 ઓગસ્ટ દરમિયાન ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો અરવલ્લી, સાબરકાંઠા, મેહસાણા, બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શકયતા છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં સરેરાશ સારા વરસાદના કારણે વરસાદની ઘટ પુરી થઈ શકે છે. તારીખ 25 થી 28 ઓગસ્ટ દરમિયાન પણ સારા વરસાદની શક્યતા છે.

    MORE
    GALLERIES