ગાંધીનગર: ગુજરાત હંમેશા અગ્રેસર (Gujarat No-10) રહેવા માટે જાણીતું છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર (Coronavirus third wave) ન આવે તે માટે હાલ દેશમાં પૂરજોશમાં રસીકરણ (Corona vaccination)ની કામગીરી ચાલી રહી છે. રસીકરણની કામગીરીમાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે રહ્યું છે. કુલ વસ્તીની સરખામણીમાં ગુજરાત દેશના અન્ય રાજ્યો કરતા આગળ છે. ગુજરાતમાં ગુજરાતમાં 26% વ્યક્તિ હવે વેક્સિનના બંને ડોઝ (covid vaccine both dose) લઇ ચૂકી છે. જ્યારે 74% વસ્તીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ (Vaccine first dose) લીધો છે. આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં 1.27 કરોડ લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા છે. જ્યારે 3.63 કરોડ લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. આ રીતે ગુજરાતમાં હાલ 4.91 કરોડ લોકોને કોરોનાની પ્રથમ અથવા બંને ડોઝ લઈ ચૂક્યા છે. એટલે કે ગુજરાતમાં કોરોના રસીકરણ હવે પાંચ કરોડ નજીક પહોંચી ગયું છે.
બીજી તરફ ગુજરાતમાં વેક્સિન લેનારામાંથી 2.68 કરોડ પુરુષ અને 2.22 કરોડ મહિલાઓ છે. અત્યારસુધી 18-44 વયજૂથમાંથી સૌથી વધુ 2.48 કરોડ લોકોએ તો, 45-60 વયજૂથમાં 1.46 કરોડ લોકો અને 60થી વધુ વયજૂથમાં 96.01 લાખ લોકોએ કોરોના વેક્સીન લીધી છે. જ્યારે ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં 32.6% તો શહેરોમાં 67.4% રસીકરણ થયું છે. સૌથી વધારે વેક્સીન લેવાની જો વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 49.10 લાખના આંકડા સાથે રાજ્યમાં સૌથી મોખરે છે. બીજી તરફ આદીવાસી વિસ્તાર એવા ડાંગ જિલ્લામાં સૌથી ઓછું 1.16 લાખ લોકોનું વેક્સીનેશન થયું છે. જૂનાગઢ કોર્પોરેશન 3.02 લાખ લોકોનું વેક્સીનેશન થયું છે.
દેશના અન્ય રાજ્યોની સરખામણી કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ સૌથી વધારે 7.75 કરોડ વેક્સીનેશન સાથે પ્રથમ નંબર પર છે. મહારાષ્ટ્રમાં 6.29 કરોડ, ગુજરાતમાં 4.91 કરોડ, પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં 4.96 કરોડ અને રાજસ્થાનમાં 4.68 કરોડ લોકોનું વેક્સીનેશન થયું છે. કુલ વેક્સીનેશન મામલે ગુજરાત ત્રીજા નંબર પર છે, જ્યારે વસ્તીના પ્રમાણમાં વેક્સીનેશન મામલે ગુજરાત દેશમાં પ્રથમ નંબર પર છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તમામ વર્ગના લોકોને સરકાર તરફથી ફ્રીમાં વેક્સીને આપવામાં આવી રહી છે. જોકે, કોઈ વ્યક્તિ ઇચ્છે તો તે ખાનગી હૉસ્પિટલમાં પણ સરકાર તરફથી નિર્ધારિત ફી ચૂકવાને વેક્સીન લઈ શકે છે. તાજા આંકડા પ્રમાણે સરકારી હૉસ્પિટલોની સરખામણીમાં ખાનગી હૉસ્પિટલોમાં ખૂબ ઓછું રસીકરણ થયું છે. ખાનગી હૉસ્પિટલોમાં કુલ ટકાવારીના બે ટકા કરતા પણ ઓછા લોકોએ વેક્સીન લીધી છે. (તસવીર: ગુજરાતમાં રસીકરણ)
મુંબઈમાં એક કરોડથી વધારે ડોઝ: બીજી લહેર દરમિયાન જ્યાં આખી હેલ્થકેર સિસ્ટમ ભાંગી પડી હતી તે મુંબઈ શહેર રસીકરણ મામલે દેશમાં નંબર વન છે. સરકારી આંકડા પ્રમાણે ચોથી સપ્ટેમ્બર, 2021 સુધી મુંબઈ પાલિકાએ 1 કરોડથી વધારે વેક્સીનના ડોઝ આપ્યા છે. મુંબઈમાં કુલ 1,00,63,497 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 72,75,134 લોકોએ પ્રથમ ડોઝ અને 27,88,363 લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા છે. (તસવીર: દેશમાં રાજ્યવાર રસીકરણ)