Home » photogallery » gujarat » રાજ્યમાં કોરોના બાદ મ્યુકરમાઈકોસિસનો ખતરો! દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં પણ ઇન્જેક્શનની અછત

રાજ્યમાં કોરોના બાદ મ્યુકરમાઈકોસિસનો ખતરો! દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં પણ ઇન્જેક્શનની અછત

દેશમાં સૌપ્રથમ હરિયાણાએ બ્લેક ફંગસને મહામારી જાહેર કરી હતી. ત્યારબાદ રાજસ્થાન સરકારે પણ તેને મહામારીના એક્ટમાં તેનો સમાવેશ કર્યો હતો.

 • 14

  રાજ્યમાં કોરોના બાદ મ્યુકરમાઈકોસિસનો ખતરો! દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં પણ ઇન્જેક્શનની અછત

  કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus second Wave) ગુજરાત (Gujarat) સહિત દેશ માટે ઘણી જ ઘાતક બની રહી છે. જોકે, બીજી લહેર ધીમે ધીમે નબળી પડી રહી છે પરંતુ તેની સાથે જીવલેણ મ્યુકરમાઈકોસિસ (Mucormycosis) બીમારી માથું ઊંચુ કરી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં આ બીમારીનાં કુલ 8848થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે માત્ર ગુજરાતમાં 2281 કેસ નોંધાયા છે. આટલા કેસની સાથે ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં 70 દર્દીઓના આ રોગના કારણે મોત (death) થયાં છે.

  MORE
  GALLERIES

 • 24

  રાજ્યમાં કોરોના બાદ મ્યુકરમાઈકોસિસનો ખતરો! દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં પણ ઇન્જેક્શનની અછત

  ગુજરાતમાં 2281 કેસ નોંધાયા છે. આટલા કેસની સાથે ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં 70 દર્દીઓના આ રોગના કારણે મોત (death) થયાં છે. સરકારે જાહેર કરેલા ડેટા પ્રમાણે, સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં મ્યુકરમાઈકોસિસ/બ્લેક ફંગસના 8,848 દર્દીઓ નોંધાયા છે. જેમાં ગુજરાતમાં બ્લેક ફંગસના 2281 અને મહારાષ્ટ્રમાં 2000 કેસો સામે આવી ચૂક્યા છે. જ્યારે રાજસ્થાનમાં 700, મધ્યપ્રદેશમાં 720, દિલ્હીમાં 197, હરિયાણામાં 250, કર્ણાટકમાં 500, તેલંગાણામાં 350 તેમજ આંધ્રપ્રદેશમાં 910 કેસો હોવાનું જણાવાયુ છે.

  MORE
  GALLERIES

 • 34

  રાજ્યમાં કોરોના બાદ મ્યુકરમાઈકોસિસનો ખતરો! દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં પણ ઇન્જેક્શનની અછત

  દેશમાં સૌપ્રથમ હરિયાણાએ બ્લેક ફંગસને મહામારી જાહેર કરી હતી. ત્યારબાદ રાજસ્થાન સરકારે પણ તેને મહામારીના એક્ટમાં તેનો સમાવેશ કર્યો હતો. જ્યારે કેન્દ્રની સૂચના મળ્યા બાદ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, ચંદીગઢ, હિમાચલ, ઓરિસ્સા, કર્ણાટક, તેલંગાણા અને તામિલનાડુમાં પણ મ્યુકરમાઈકોસિસને મહામારી જાહેર કરી દેવાઈ છે.

  MORE
  GALLERIES

 • 44

  રાજ્યમાં કોરોના બાદ મ્યુકરમાઈકોસિસનો ખતરો! દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં પણ ઇન્જેક્શનની અછત

  રાજસ્થાનની સરકારે મ્યુકરમાઈકોસિસ બીમારીના દર્દીઓને મફત સારવાર આપવાનો નિર્ણય કર્યો છે. જોકે, ગુજરાતમાં રેમડેસિવીર બાદ આ રોગની સારવારમાં વપરાતી દવાની પણ અછત સર્જાયેલી છે. જેના કારણે દર્દીઓના પરિવારને ધક્કા ખાવા પડી રહ્યાં છે. તો બીજી બાજુ રાજ્યમાં આ બીમારીનાં કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ત્યાં વ્હાઈટ ફંગસના (white fungus) કેસ સામે આવવા લાગ્યા છે. નિષ્ણાંતો અનુસાર વ્હાઈટ ફંગસ બીમારી એ બ્લેક ફંગસ કરતા પણ વધુ ખતરનાક છે. વ્હાઈટ ફંગસ માત્ર અંગ નહીં, પરંતુ તે ફેંફસા અને બ્રેઈનથી લઈને દરેક અંગ પર અસર કરે છે.

  MORE
  GALLERIES