Home » photogallery » gujarat » આગામી ચાર દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે સાંબેલાધાર વરસાદ

આગામી ચાર દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે સાંબેલાધાર વરસાદ

Gujarat Monsoon news: રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદી માહોલ યથાવત રહશે.

  • 15

    આગામી ચાર દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે સાંબેલાધાર વરસાદ

    અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) મેઘરાજાની ધમાકેદાર બેટિંગ (rainfall in Gujarat) ચાલી રહી છે. ત્યારે હવામાન વિભાગ (weather forecast) દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ખાસ કરીને આજે અને આગામી 26 તારીખ સુધી સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમા 183 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં પંચમહાલ, વલસાડ, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ અને સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ થયો છે.

    MORE
    GALLERIES

  • 25

    આગામી ચાર દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે સાંબેલાધાર વરસાદ

    આગામી 4 દિવસ રહેશે વરસાદી વાતાવરણ - રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદી માહોલ યથાવત રહશે. હવામાન વિભાગના દ્વારા જણાવાયું હતું કે, આજે બુધવારે પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે તથા રાજકોટ,જૂનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, આણંદ, મહીસાગર ,દાહોદ, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આ સાથે 25 અને 26 સપ્ટેમ્બર સુધી આણંદ,વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

    MORE
    GALLERIES

  • 35

    આગામી ચાર દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે સાંબેલાધાર વરસાદ

    સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદની સંભાવના છે. 23મી તારીખ સુધી વરસાદનું જોર ઘટી જવાની શક્યતા છે. પરંતુ 24-25 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સુરત, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આમ ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહ્યો છે અને હજુ આગામી દિવસોમાં પણ વરસાદનો વરતારો છે.

    MORE
    GALLERIES

  • 45

    આગામી ચાર દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે સાંબેલાધાર વરસાદ

    NDRF અને SDRFની ટીમો પણ એલર્ટ મોડ પર - આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાના કારણે બચાવ કાર્ય માટે NDRF અને SDRFની ટીમો એલર્ટ રાખવા કમાન્ડન્ટ, NDRF અને DySp, SDRFને સૂચના આ૫વામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 55

    આગામી ચાર દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે સાંબેલાધાર વરસાદ

    જુલાઇ-ઓગસ્ટમાં પાંચ વર્ષનો સૌથી ઓછો વરસાદ - છેલ્લા 5 વર્ષમાં ચાલુ વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં માત્ર સિઝનનો સરેરાશ 43.14 ટકા વરસાદ થયો છે.જે છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછો વરસાદ છે. જ્યારે ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસમાં સારો વરસાદ થયો.જે છેલ્લા 5 વર્ષના સપ્ટેમ્બર માસના 22 દિવસ સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.ચાલુ વર્ષે સપ્ટેમ્બરના 22 દિવસમાં 35 ટકા વરસાદ નોંધાયો છે અને હજી આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

    MORE
    GALLERIES