પાટણ ઉપરાંત રાજ્યમાં સાત અન્ય રીજીયોનલ સાયન્સ સેન્ટર બનવા જઇ રહ્યા છે. આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં તમામ મોટાં શહેરોમાં આઠ નવા પ્રાદેશિક સાયન્સ સેન્ટર બનશે. જે અંતર્ગત આ પ્રકારનું રાજ્યનું પ્રથમ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના સ્થાપના દિવસે પાટણમાં કરવામાં આવ્યું છે.