સરકારના ગૃહ વિભાગની ગાઇડલાઇન પ્રમાણે, અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમાના માર્ગો તેમજ ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો 31મી જાન્યુઆરી સુધી બંધ રહેશે. આ મંદિરોમાં તમામ પ્રકારના ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને જાહેર સમારંભો બંધ રાખવામાં આવ્યા છે. આ પહેલા દેવસ્થાન ટ્રસ્ટે અંબાજી મંદિરને 22મી જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. નોંધનીય છે કે, 17મી જાન્યુઆરીના રોજ પોષી પુનમ એટલે કે અંબાજી માતાના પ્રાગટય દિવસના તમામ ધાર્મિક કાર્યક્રમો પણ બંધ રાખવામાં આવ્યા હતા. (અંબાજીના આજના દર્શન)
માઈભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શન (Online Darshan) કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની સગવડતા માટે યાત્રાળુઓને ઘરે બેઠાં ઓનલાઇન માતાજીના દર્શન-ગબ્બર દર્શન, યજ્ઞા દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. જો તમારે પણ ઘરે બેઠા માતાજીના દર્શન કરવા હોય તો તમે યુટ્યુબ, ટ્વિટર અને ફેસબુકનાં માધ્યમથી દર્શન કરી શકો છો. જો તમારે ફેસબુકમાંથી લાઇવ દર્શન કરવા હોય તો અહીં આપેલી લિંક https://www.facebook.com/ambajitempleofficial પર જઇને દર્શન કરો. જો તમારે યુ ટ્યુબમાંથી લાઇવ દર્શન કરવા હોય તો આ લિંક પર https://www.youtube.com/watch?v=93De73ZCKPw જઇને દર્શન કરી શકો છો.