પ્રણવ પટેલ, ગાંધીનગર: કોંગ્રેસથી (Gujarat Congress) વિમુખ થયેલા યુવાનોને ભારતની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ (Cricket) થકી પક્ષ સાથે જોડવાનો ગુજરાત કોંગ્રેસે પ્રયત્ન શરૂ કર્યો છે. અમદાવાદમાં રાહુલ ગાંધી પ્રિમિયર લીગ ટુર્નામેન્ટની (RG Premier League) શરૂઆત કરી રમતના માધ્યમથી યુવાઓ સુધી પહોંચવાનું આયોજન કરાયું છે. ભારતમાં યુવાઓની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ છે. આ રમત થકી જ યુવાઓને પક્ષ કે વિચારધારા સાથે જોડવાનો પ્રયત્ન ભાજપ અને કોંગ્રેસ સમયાંતરે કરતા રહ્યા છે.. ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન ની જાહેરાત કરી છે તો બીજી તરફ કોંગ્રેસે અમદાવાદમાં રાહુલ ગાંધી પ્રીમિયર લીગની શરૂઆત કરી દીધી છે.
અમદાવાદ ખાતે કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે . પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને પૂર્વ પ્રમુખ ભરતસિહં સોલંકીએ ટુર્નામેન્ટ ખુલી મુકી હતી.. કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી પહેલા યુવા વર્ગને આકર્ષિત કરવા ક્રિકેટ પ્રિમિયર લીગનું આયોજન કર્યું છે . ટુર્મામેન્ટ પ્રારંભ બે કોંગ્રેસ નેતાઓ બેટ બોલ હાથ લઇ અને ક્રિકટની પીચમા રમત રમતા જોવા મળ્યા હતા. પહેલા બેટીંગ ભરતસિંહ સોલંકીએ કરી હતી અને બોલીગ જગદીશ ઠાકોર કરી હતી . પરંતુ જગદીશ ઠાકોરની બોલીગ સામે ભરતસિંહ સોલંકી કોઇ બાઉન્ટ્રી મારી શક્યા ન હતા . તો જગદીશ ઠાકોરે પણ બેટિગ પર કિસ્મત અજમાવ્યું હતુ. તેઓ પણ એટલુ સારું ક્રિકેટ રમી શક્યા ન હતા.
કોંગ્રેસ નેતા અને આરજી પ્રિમિયર લીગના આયોજક રોહન ગૃપ્તાએ જણાવ્યુ હતુ કે અમદાવાદ શહેરના ચાર ઝોનમાથી ૨૪ ટીમ ડે નાઇટ નોક આઉટ મેચ રમાશે . ૩ લાખ રૂપિયા સુધીના ઇનામો મેચમા રાખવામા આવ્યા છે . હાલ કોંગ્રસ શહેર વિસ્તારમાં ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કર્યું છે . જે જિલ્લા સ્તર થી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ લઇ જવાનું આયોજન છે . કોંગ્રેસ હમેશા વિચારધારા રહી છે કે યુવા પ્રતિભાને આગળ કઇ રીતે લાવી , તેના પ્રયાસ ભાગ રૂપે આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે . એક સપ્તાહ સુધી આ મેચ ચાલશે અને ૧૯ તારીખે ફાઇનલ મેચ યોજાશે . યુવાનોને આ માધ્યમથી જોડવાનું કામ કોંગ્રેસ કરે છે . યુવાનોમાં પોઝિટીવ થિક વધે તેમજ યુવાનો પ્રોત્સાહ કરવાનો આ ન્રમ પ્રયાસ છે ..
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આરજી પ્રિમિયર લીગની શરૂઆત કરાવી યુવાઓના સામર્થ્ય ને બહાર લાવવા કોંગ્રેસ જરૂરી મદદ આપશે નું આશ્વાસન આપ્યું હતુ . વધુમા જગદીશ ઠાકોર કહ્યું હતુ કે દેશમાં જવાહરલાલ નહેરુ થી લઇ મનમોહનસિંહની સરકાર યુવાનો પ્રોત્સાહિત કરવા ઘણા કામો કર્યા છે . મજબુત યુથ તો મજબુત દેશ સુત્ર જ કોંગ્રેસ આપ્યું છે . યુવા વર્ગ આગળ કરવાની નિતી હમેશાં કોંગ્રેસની રહી છે . કોંગ્રસ
ક્રિકેટ ટુર્નામેન્ટ કરી યુવાની પ્રતિભાને આગળ લાવાનું કામ કરાયું છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ યુવા વર્ગને પોતાની તરફ આકર્ષિત કરવા એક નવો અભિગમ અપનાવ્યો છે . ત્યારે અમદાવાદથી રાહુલ ગાંધી ક્રિકેટ ટૂર્નામેન્ટની સફળતા બાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને સમગ્ર દેશમાં ક્રિકેટ થકી યુવાઓને કોંગ્રેસ સાથે જોડવાનું આયોજન કરાઇ રહ્યું છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતી તમામ વિધાનસભા બેઠક દીઠ ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ કબડી મેચ થકી યુવાઓને જોડવા પ્રયત્ન થઈ રહ્યા છે. ચૂંટનીના વર્ષમાં રાજકીય પાર્ટીઓ યુવાઓને રમતની પીચ પરથી પોતાની રાજકીય લાભાલાભ વાળી પીચ સુધી સાથે લઈને ફરતા જોવા મળશે.