Home » photogallery » gujarat » સાબરકાંઠા: દાદીએ આ કારણોથી કરી હતી નાનકડા પૌત્રની હત્યા, ચોંકાવનારો ખુલાસો

સાબરકાંઠા: દાદીએ આ કારણોથી કરી હતી નાનકડા પૌત્રની હત્યા, ચોંકાવનારો ખુલાસો

Sabarkantha news: પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ આરોપી દાદીની અટકાયત કરી સબ જેલ પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.

  • 15

    સાબરકાંઠા: દાદીએ આ કારણોથી કરી હતી નાનકડા પૌત્રની હત્યા, ચોંકાવનારો ખુલાસો

    ઈશાન પરમાર, ખેડબ્રહ્મા: હળાહળ કળિયુગની (murder mystery) શરૂઆત થઇ હોય તેમ સાબરકાંઠાના (Sabarkantha news) ખેડબ્રહ્મામાં દાદીએ (grand mother kills grand son) સગા પૌત્રની કરપીણ હત્યા કર્યાના બનાવ થી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં અરેરાટી ફેલાઇ છે જોકે એક સપ્તાહ બાદ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ આરોપી દાદીની અટકાયત કરી સબ જેલ પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે. (દાદી અને પૌત્રની ફાઇલ તસવીર)

    MORE
    GALLERIES

  • 25

    સાબરકાંઠા: દાદીએ આ કારણોથી કરી હતી નાનકડા પૌત્રની હત્યા, ચોંકાવનારો ખુલાસો

    સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં રબારી વાસમાં રહેતા ચંદ્રિકાબેન વિજય લાલ રાવલે પોતાના દોઢ વર્ષના પૌત્રને અગમ્ય કારણસર મોતને ઘાટ ઉતાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મુકેશ ઉદાજી ઠાકોરને બે પુત્ર છે. ચાર વર્ષીય ઋત્વિક તેમજ દોઢ વર્ષીય શૈલેષ. આ બંને  હાલમાં તેમના દાદી પાસે રહેતા હતા. જોકે ઋત્વિક તેમજ શૈલેષની માતા રીસામણે પિયર જતા રહેતા હાલમાં તેમની પરવરિશ તેમની દાદી ચંદ્રિકાબેન રાવલ કરતા હતા. 

    MORE
    GALLERIES

  • 35

    સાબરકાંઠા: દાદીએ આ કારણોથી કરી હતી નાનકડા પૌત્રની હત્યા, ચોંકાવનારો ખુલાસો

    આર્થિક દ્રષ્ટિએ પરિવારની સ્થિતિ એકદમ સામાન્ય હોવાના પગલે અલગ-અલગ મજુરી કામ કરી જીવન ગુજારતા હતા. ત્યારે 23 જાન્યુઆરીના રોજ અગમ્ય કારણસર ચંદ્રિકાબેન રાવલ પોતાના દોઢ વર્ષના પૌત્રને પ્રથમ દ્રષ્ટિએ અચાનક મોત થયા હોવાનું જણાવી તેની અંતિમ ક્રિયા કરાવી હતી. જોકે, સમગ્ર ઘટનાનો સાક્ષી રહેલ ચાર વર્ષીય ઋત્વિકે પોતાના ભાઈ સાથે બનેલી હત્યાની ઘટનાને પિતાને કરી હતી. સાથોસાથ ખેડબ્રહ્મા પોલીસે પણ આ મામલે ગંભીરતાથી લેતા મૃતક શૈલેષનું પીએમ કરાવતા શરીર ઉપર ઇજાના નિશાન સહિત મૃત્યુ પાછળ ગળેટુંપો આવ્યા હોવાનું પ્રાથમિક તબક્કે ખૂલ્યું હતું.

    MORE
    GALLERIES

  • 45

    સાબરકાંઠા: દાદીએ આ કારણોથી કરી હતી નાનકડા પૌત્રની હત્યા, ચોંકાવનારો ખુલાસો

    જેના પગલે પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી આ મામલે ચંદ્રિકાબેન રાવલની પૂછપરછ કરતા પ્રથમ તેમની સમગ્ર ઘટનાને સામાન્ય ગણાવી હતી. પરંતુ પોલીસના સતત પ્રયાસના ભાગરૂપે આરોપી ચંદ્રિકાબેને પોતાના પૌત્રની હત્યા કર્યાની વાત સ્વીકારી હતી. જેના પગલે પોલીસે તેમની અટકાયત કરી અમદાવાદ સબજેલ ખાતે ધકેલ્યા છે.

    MORE
    GALLERIES

  • 55

    સાબરકાંઠા: દાદીએ આ કારણોથી કરી હતી નાનકડા પૌત્રની હત્યા, ચોંકાવનારો ખુલાસો

    દિન પ્રતિદિન હવે સામાજિક સંબંધોની પણ હત્યા થતી હોય તેવા બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે થયેલા હત્યાના બનાવથી પોલીસ સહિત સમગ્ર રબારીવાસના લોકો પણ આરોપી સામે ફિટકાર વરસાવી રહ્યા છે. સાથોસાથ માસુમ ફૂલ જેવા દોઢ વર્ષીય પૌત્રની હત્યાથી હત પ્રભ થયા છે. દોઢ વર્ષીય શૈલેષની હત્યારાને પકડી આરોપી દાદી સામે પોલીસ કાર્યવાહી થાય તેવું ઇચ્છી રહ્યા છે. ત્યારે આ મામલે પોલીસે પણ તાત્કાલિક ધોરણે આરોપીની અટકાયત કરી અમદાવાદ સબજેલ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

    MORE
    GALLERIES