ગજેન્દ્ર કલાલ, ગાંધીનગર: રાજ્યની (Gujarat) 8 મહાનગર પાલિકા પૈકીની ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Mahanagarpalika website hack) જે રાજ્યના પટાનગર સાથે સંકળાયેલી છે. આ ગાંધીનગર મહાનગર પાલિકાની https://gandhinagarmunicipal.com/ નામની વેબસાઈટ છે. આજે રવિવારે બપોરના સમયે તુર્કી સાયબર આર્મી દ્વારા વેબસાઈટને હેક કરવામાં આવી હતી. જે બાદ ત્યાં લખવામાં આવ્યુ હતુ કે, "હેલો એડમિન, સિસ્ટમ હેક!".