હિંમતનગર : અમદાવાદની નજીક આવેલા વિજયનગર સ્થિત પોળોના જંગલો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મોટી સંખ્યામાં લોકો શનિ અને રવિવારની રજાઓમાં પોળાના જંગલોમાં ફરવા જાય છે. જોકે હવે પ્રવાસીઓ શનિવાર અને રવિવારે જઈ શકશે નહીં, કારણ કે સાબરકાંઠાના ક્લેક્ટરે શનિવાર અને રવિવારે પોળોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)