Home » photogallery » gujarat » Chaitri Navratri 2022: અંબાજીમાં બદલાયો દર્શન અને આરતીનો સમય, ફટાફટ જાણો

Chaitri Navratri 2022: અંબાજીમાં બદલાયો દર્શન અને આરતીનો સમય, ફટાફટ જાણો

Ambaji Temple: ચૈત્ર સુદ આઠમ  તારીખ  08  એપ્રિલ  સવારે  આરતી   6.00  કલાકે થશે અને ચૈત્રી પૂનમ તારીખ 16 એપ્રિલે સવારે આરતી  6.00 કલાકે થશે.

विज्ञापन

  • 16

    Chaitri Navratri 2022: અંબાજીમાં બદલાયો દર્શન અને આરતીનો સમય, ફટાફટ જાણો

    મહેન્દ્ર અગ્રવાલ, બનાસકાંઠા: આવતીકાલે 2  એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો (Chaitra Navratri 2022) પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજી (Ambaji Darshan) ખાતે આવતા હજારો દર્શનાર્થીઓને દર્શન આરતીનો (Ambaji aarti time) લાભ લેતા હોય છે. લોકોને દર્શન કરવામાં સરળતા રહે તેવા આશયથી અંબાજી મંદિરમાં (Navratri in Ambaji Temple) હિન્દુઓના વિક્રમ સંવતના નવા વર્ષથી  દર્શન આરતીનાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો  છે. નવરાત્રીના પ્રથમ દિવસે, ઘટ સ્થાપનનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 26

    Chaitri Navratri 2022: અંબાજીમાં બદલાયો દર્શન અને આરતીનો સમય, ફટાફટ જાણો

    સવારે આરતીઃ- 07.00  થી  07.30, ઘટ સ્થાપન સવારે  - 9.00 થી 10.30, સવારે, દર્શનઃ-  08.30 થી 11.30, બપોરે દર્શનઃ-  12.30 થી 16.30 સુધી, સાંજ ની આરતીઃ- 19.00 થી 19.00. જ્યારે સાંજે દર્શનઃ- 19.00 થી રાત્રીનાં 21.00 સુધી ખુલ્લા રહેશે. ચૈત્ર સુદ આઠમ  તારીખ  08  એપ્રિલ  સવારે  આરતી   6.00  કલાકે થશે અને ચૈત્રી પુનમ તારીખ 16 એપ્રિલે સવારે આરતી  6.00 કલાકે થશે.

    MORE
    GALLERIES

  • 36

    Chaitri Navratri 2022: અંબાજીમાં બદલાયો દર્શન અને આરતીનો સમય, ફટાફટ જાણો

    સામાન્ય રીતે વર્ષ દરમિયાન આસો અને ચૈત્રી બંને નવરાત્રીનું મહત્વ હોય છે.  આ વસંતીય ચૈત્રી નવરાત્રીને કારણે અંબાજીમાં યાત્રિકોની ભારે ભીડ રહેતી હોય છે. આ વખતે અંબાજી મંદિરમાં નવે નવ દિવસ 24 કલાકની અખંડ ધુન માટે પણ મંજૂરી આપવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 46

    Chaitri Navratri 2022: અંબાજીમાં બદલાયો દર્શન અને આરતીનો સમય, ફટાફટ જાણો

    નવરાત્રી વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. બે ગુપ્ત નવરાત્રી તથા એક ચૈત્ર (Chaitra Navratri) અને એક શારદીય નવરાત્રી. ફાલ્ગુન માસની પૂર્ણિમા પછી ચૈત્ર માસની શરૂઆત થશે અને ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદાથી નવરાત્રિ શરૂ થશે. આ વખતે 2જી એપ્રિલથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. જે 11 એપ્રિલ સોમવાર સુધી ચાલશે. દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 56

    Chaitri Navratri 2022: અંબાજીમાં બદલાયો દર્શન અને આરતીનો સમય, ફટાફટ જાણો

    પંચાગ અનુસાર, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 01 એપ્રિલ, શુક્રવારના રોજ સવારે 11:53 કલાકે શરૂ થશે અને 02 એપ્રિલ, શનિવારે સવારે 11:58 કલાકે સમાપ્ત થશે. નવરાત્રીના પહેલા જ દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ 9 દિવસ સુધી કલશની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર ઘટસ્થાપન શનિવાર, 2 એપ્રિલ, 2022 સવારે 06:10થી 08:31 સુધી
    ઘટસ્થાપન મુહૂર્ત છે. આ સાથે અભિજિત મુહૂર્ત બપોરે 12:00 થી 12:50 સુધી છે.

    MORE
    GALLERIES

  • 66

    Chaitri Navratri 2022: અંબાજીમાં બદલાયો દર્શન અને આરતીનો સમય, ફટાફટ જાણો

    એવી ધાર્મિક માન્યતા છે કે, દર વર્ષે નવરાત્રિના દિવસોમાં માતા કોઈને કોઈ વાહન પર સવાર થઈને ધરતી પર આવે છે. અને પરત ફરતી વખતે માતાનું વાહન અલગ હોય છે. ચૈત્ર નવરાત્રિમાં માતા ઘોડા પર સવાર થઈને આવશે. જેને ભાગ્યશાળી માનવામાં આવે છે. બીજી તરફ રવિવાર કે સોમવારથી નવરાત્રિ શરૂ થાય તો માતા હાથી પર સવાર થઈને આવે છે

    MORE
    GALLERIES