છેલ્લા સવા વર્ષથી કોરોના મહામારી ચાલી રહી હોવા છતાં પણ બનાસકાંઠા જિલ્લાના લોકો હજુ પણ સુધરવાનું નામ લેતા નથી અને અવારનવાર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા અને માસ્ક વગર ટોળેટોળા થઈ જતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે બનાસકાંઠાના ડીસામાં આવેલ ત્રણ હનુમાન મંદિર ખાતે પણ વટ સાવિત્રી વ્રતની ઉજવણી નિમિત્તે મહિલાઓના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.
આ દ્રશ્ય જોતા જાણે કોરોના નામની કોઈ બીમારી છે જ નહીં તેવી રીતે ઉજવણી કરાઈ રહી છે પરંતુ આવા દ્રશ્યો ગંભીર સાબિત થઇ શકે છે. એક તરફ સરકાર કોરોના મહામારી ની ત્રીજી લહેર ને અટકાવવા માટે દિનરાત પ્રયાસો કરી રહી છે ત્યારે બીજી તરફ આવા બેપરવા લોકો જાણે આમંત્રણ આપી રહ્યા છે. હવે આ મામલે મંદિરના પૂજારી નટુભાઈ મહારાજે પણ સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા મામલે મહિલાઓ જ જવાબદાર ઠેરવી રહ્યા છે