ભારત સામેની ત્રીજી અને આખરી ટેસ્ટ મેચ માટે ન્યૂઝીલેન્ડની ટીમ ઇન્દોર આવી છે. અહીં તે પ્રેક્ટિશ દરમિયાન પરસેવો વહાવી રહી છે તો બીજી તરફ કીવી ખેલાડીઓનો પરિવાર અને ગર્લફ્રેન્ડ નવરાત્રિના રંગમાં રંગાયા છે. કીવી ખેલાડીઓની ગર્લફ્રેન્ડે ગુજરાતી ચણીયા ચોળીમાં સજ્જ થઇ ગરબે લીધા હતા.