Home » photogallery » gujarat » ગુજરાતના ધારાસભ્યો માટે 200 કરોડના ખર્ચે આલિશાન ફ્લેટ ઉભા કરાશે, ભાડું દૂૂધની એક થેલી જેટલું

ગુજરાતના ધારાસભ્યો માટે 200 કરોડના ખર્ચે આલિશાન ફ્લેટ ઉભા કરાશે, ભાડું દૂૂધની એક થેલી જેટલું

New Gujarat MLA quarter: અધ્યધન સુવિધાઓ ધરાવતા નવા ક્વાર્ટર ગુજરાતના ધારાસભ્યો માટે ગાંધીનગરમાં બનશે. આ આલિશાન ક્વાર્ટરમાં અદ્ભૂત સુવિધાઓ આપવામાં આવશે. જેની વિગતો આ પ્રમાણે છે.

विज्ञापन

  • 17

    ગુજરાતના ધારાસભ્યો માટે 200 કરોડના ખર્ચે આલિશાન ફ્લેટ ઉભા કરાશે, ભાડું દૂૂધની એક થેલી જેટલું

    ગાંધીનગરઃ ગુજરાતના તમામ ધારાસભ્યો માટે નવા ક્વાર્ટર બનાવવામાં આવી રહ્યા છે. ગાંધીનગરના સેક્ટર-17માં ધારાસભ્યો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા ક્વાર્ટર બનવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ધારાસભ્યોના નવા રહેઠાણ માટે રાજ્ય સરકાર રૂપિયા 200 કરોડ જેટલી રકમનો ખર્ચ કરશે. વિધાનસભાની બેઠકો આગામી સમયમાં વધવાની સંભાવના અને ધારાસભ્યોને વધુ સગવડ આપવાના બેવડા હેતુથી નવા ક્વાટર બનાવવામાં આવી રહ્યા છે. નવા ક્વાર્ટરમાં કેવા પ્રકારની સગવડ ધારાસભ્યોને મળશે.

    MORE
    GALLERIES

  • 27

    ગુજરાતના ધારાસભ્યો માટે 200 કરોડના ખર્ચે આલિશાન ફ્લેટ ઉભા કરાશે, ભાડું દૂૂધની એક થેલી જેટલું

    ગાંધીનગરના સેક્ટર-21માં હાલ ધારાસભ્યો માટેના નિવાસસ્થાન છે. સેક્ટર 21માં 1999માં 14 બ્લોકમાં 168 ફલેટ બનાવવામાં આવ્યા હતા.30 વર્ષની સમય મર્યાદા કોઈપણ બાંધકામની હોય છે. ઉપરાંત આગામી 2026માં ગુજરાતમાં નવું સીમાંકન અસ્તિત્વમાં આવનાર છે જેમાં ધારાસભ્યોની સંખ્યા વધશે આ બાબતને ધ્યાનમાં રાખીને સેકટર 17માં 216 આવાસોના નિર્માણની કામગીરી શરુ કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 37

    ગુજરાતના ધારાસભ્યો માટે 200 કરોડના ખર્ચે આલિશાન ફ્લેટ ઉભા કરાશે, ભાડું દૂૂધની એક થેલી જેટલું

    ધારાસભ્યો માટે બનનારા નવા આવાસ કેવા હશે?: 28576 મીટર વિસ્તારમાં નવા આવાશ તૈયાર કરવામાં આવશે. જેના પર ગ્રાઉન્ડ ફ્લોર સહિત 9 માળના 12 બ્લોક બનાવવામાં આવશે, આમ એક જ સ્થળ પર કુલ 216 ફલેટ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં એક ફ્લેટમાં 204 ચોરસ મીટરની જગ્યા મળશે. આ વિશાળ આવાસમાં 3 બેડરૂમ, રસોડું, ડાઈનિંગ એરિયા, ઓફિસ રૂમ, વેઈટિંગ રૂમ, બાલકની, ડ્રેસિંગ રૂમ, 3 અટેચ બાથરૂમ અને ટોઇલેટ, 1 કોમન બાથરૂમ અને ટોઇલેટ, 1 સરવન્ટ રૂમ હશે.

    MORE
    GALLERIES

  • 47

    ગુજરાતના ધારાસભ્યો માટે 200 કરોડના ખર્ચે આલિશાન ફ્લેટ ઉભા કરાશે, ભાડું દૂૂધની એક થેલી જેટલું

    ધારાસભ્યોના જે નવા નિવાસસ્થાન બનશે તેમાં કોઈપણ પ્રકારની અગવડ ના પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સુવિધાઓવાળા ફ્લેટની સાથે ધારાસભ્યોના નિવાસ સ્થાન પર સ્વિમિંગ પુલ, જીમ, ડાઈનિંગ હોલ, દવાખાનું, વિશાળ પાર્કિંગ સહિતની સગવડો પણ ઉભી કરવામાં આવશે. આ તમામ સગવડો સાથેનો ફૂલ ફર્નિસ આધુનિક ફ્લેટમાં રહેવા માટે સરકાર ધારાસભ્યોને માત્ર મહિને 37. 50 રૂપિયાના ભાડે આપશે એટલેકે એક દિવસનું સવા રૂપિયો ભાડું  સરકાર વસુલશે.

    MORE
    GALLERIES

  • 57

    ગુજરાતના ધારાસભ્યો માટે 200 કરોડના ખર્ચે આલિશાન ફ્લેટ ઉભા કરાશે, ભાડું દૂૂધની એક થેલી જેટલું

    કેમ્પસમાં શું સુવિધાઓ હશે?: ધારાસભ્યોના નવા આવાસસ્થાન પર ગાર્ડન, મલ્ટિપર્પઝ હોલ, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ સાથે ઘરમાં 3 સ્પ્લિટ એસી લગાવવમાં આવશે લિવિંગ રૂમ અને બેડરૂમમાં 43-43 ઈંચના LED ટીવી, રેફ્રીજરેટર અને RO પ્લાન્ટ મૂકવામાં આવશે. બાથરૂમમાં ગરમ પાણી માટે ઈલેક્ટ્રિક ગીઝરની પણ સુવિધા આપવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 67

    ગુજરાતના ધારાસભ્યો માટે 200 કરોડના ખર્ચે આલિશાન ફ્લેટ ઉભા કરાશે, ભાડું દૂૂધની એક થેલી જેટલું

    ગુજરાતમાં ધારાસભ્યને મહિને રૂપિયા એક લાખ કરતાં વધુની પગાર અને ભથ્થા ચૂકવાય છે. આ ઉપરાંત સરકાર હવે આધુનિક રહેઠાણ પણ આપશે. જોકે કોઈ ધારાસભ્ય આ ક્વાટરમાં કાયમી નિવાસ કરતા નથી. માત્ર બજેટ સત્ર દરમિયાન ધારાસભ્યો પોતાના આવાસનો ઉપયોગ કરે છે.

    MORE
    GALLERIES

  • 77

    ગુજરાતના ધારાસભ્યો માટે 200 કરોડના ખર્ચે આલિશાન ફ્લેટ ઉભા કરાશે, ભાડું દૂૂધની એક થેલી જેટલું

    ધારાસભ્યોને મળતો પગાર અને ભથ્થાઃ ધારાસભ્યોને ₹78,800 પગાર દર મહિને મળે છે ₹7,000 ટેલિફોન બિલ તરીકે ભથ્થું ચૂકવાય છે, ₹5,000 પોસ્ટલ અને સ્ટેશનરી ખર્ચ તરીકે ચૂકવાય છે અને ₹20,000 પર્સનલ આસિસ્ટન્ટ એલાઉન્સ તરીકે ચૂકવાય છે. આમ એક ધારાસભ્યને પગાર અને ભથ્થા મળીને કુલ ₹1.16 લાખ દર મહિને ચૂકવાય છે.

    MORE
    GALLERIES