

નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં બંનેને લગ્નને લઇને ચર્ચા બનેલી છે. અને હાલમાં જ નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહએ સગન સમારંભની તસવીરો પણ સામે આવી છે જેને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. (Image: Viral Bhayani)


નેહા કક્કડએ આ પ્રસંગે ડાન્સ પણ કર્યો હતો. અને તેમણે રોહનપ્રીતની સાથે હાલમાં જ પોતાની રીલિઝ થયેલા ગીત પર પણ ડાન્સ કર્યો હતો. તમને જણાવી દઇએ કે થોડા સમય પહેલા જ નેહુ દા વ્યાહ કરીને ગીત નેહા કક્કડે લોન્ચ કર્યું હતું. જે ખૂબ વાયરલ થયું હતું. અને આ ગીતમાં રોહનપ્રીત પણ હતા. આ ગીત તેમની લવસ્ટોરીને દર્શાવતું હતું. અને તેના શબ્દો પણ એ પ્રકારના હતા.


આ દરમિયાન બંનેએ રેડ અને વ્હાઇટ કોમબિનેશનમાં નજરે પડ્યા હતા. નેહાના હાથમાં સુંદર લાલ ચૂડો હતો. આ પહેલા હલ્ધી સેરેમની પણ બંને એકબીજાને મેચિંગ કપડા જ પહેર્યા હતા. આમ રોકોથી લઇને હલ્દી સુધી રોહનપ્રીત અને નેહાએ તેવા જ કપડા પહેર્યા હતા જેમાં તે એકબીજાને કોમ્પલીમેન્ટ કરે. અને સાચે જ બંને ખૂબ જ સરસ લાગી રહ્યા હતા. અને તેમની જોડી ખૂબ જ ક્યૂટ લાગતી હતી. (Image: Viral Bhayani)


જાણીતા પેપારાઝી વિરલ ભયાને એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહનો આ ડાન્સનો એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં બંને સુંદર લાગી રહ્યા છે. અને તેમના ફેન્સ વારંવાર એક જ વાત કહી રહ્યા છે કે કોઇની નજર ના લાગી જાય. તમને જણાવી દઇએ કે નેહાના લગ્ન દિલ્હીમાં થઇ રહ્યા છે. અને આ માટે નેહાનો સમગ્ર પરિવાર મુંબઇથી દિલ્હી થોડા સમય પહેલા જ આવી પહોંચ્યો હતો. (Image: Viral Bhayani)


તમને જણાવી દઇએ કે આ પહેલા નેહાની મહેંદી સેરેમનીની પણ તસવીરો બહાર આવી હતી. અને તે પછી હલ્દી સેરેમનીની પણ તસવીરો સામે આવી હતી. જેમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી હતી. અને રોહનપ્રીત પણ તેમાં સારા લાગી રહ્યા હતા. બોલિવૂડ અને નેહા શુભેચ્છકો પણ નેહાને તેના લગ્ન પર શુભકામના પાઠવી રહ્યા છે. (Image: Viral Bhayani)