નવરાત્રી (Navratri 2020) આવતા જ શિયાળાની શરૂઆત થાય છે. અને શિયાળાની શરૂઆત થતા જ પગમાં વાઢિયાની સમસ્યા ઊભી થાય છે. વળી પગની ચામડી પણ કાળી અને ગંદી થવા લાગે છે. ત્યારે નવરાત્રીના આ સમયે પગની તવ્ચાની સાચવણી ખૂબ જ જરૂરી છે. આ માટે અમે કેટલીક ટિપ્સ તમને જણાવી રહ્યા છીએ. જેથી નવરાત્રીમાં તમારા પગનું સુંદરતા વધે.
વધુમાં જો તમારા પગના તળિયાના સ્કીન ખૂબ જ સૂકી હોય તો રાતે પગને બરાબર સ્ક્રબિંગ કરીને તેની પર એરડિંયાનું તેલ લગાવી, મોજા પહેરી સૂઇ જાવ. અને સવારે પગ ફરી સાફ કરી તેના પર ઘી લગાવીને રાખો દિવસ મોજા પહેરેલા રાખો. આમ 5 દિવસ કરવાથી પગ પર થતા પીડાદાયક કાપા ઓછા થશે અને પગ સુંદર, મુલાયમ બનશે. ડિસ્કેલમર- નોંધનીય છે કે ઉપરોક્ત તમામ જાણકારી સર્વસામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતો. આ પર અમલ કરતા પહેલા જાણકાર કે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.