અગાઉ દિગ્ગજ ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની એક ફિલ્મ મટરૂ કી બીજલી કા મંડોલાનું શૂટિંગ પણ વાંકાનેરના રણજીત પેલેસમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના શૂટિંગ માટે સારા અલી ખાન, ચિત્રાંગદા સિંઘ, અને વિક્રાંત મેસી જેવા સ્ટાર કલાકારો રાજકોટ હવાઈ મુસાફરી કરીને આવ્યા હતા અને મોરબીમાં તેઓને હોટેલમાં રાખવામા આવ્યા હતા.
રણજીત વિલાસ પેલેસ એક અદ્ભુત વારસો કહી શકાય એવો ઉત્તમ મહેલ છે. ગઢીયો ટેકરીઓ પર આવેલો રણજીત વિલાસ પેલેસનો નજારો અદ્ભુતછે. તે મહારાણા રાજ શ્રી અમરસિંહજી દ્વારા બનાવવામાં આવ્યો હતો જે વાંકાનેર રાજવી પરિવારના છેલ્લા શાસક હતા. આ સ્થળ 1907માં ઈન્ડો-સાર્સેનિક અથવા ઈન્ડો-ગોથિક શૈલીમાં બાંધવામાં આવ્યું છે.