મળતી માહિતી અનુસાર, મોરબીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોરબી A-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા શનાળા ગામ નજીકથી 250 પેટી વિદેશી દારૂ ભરેલ આઇશર પકડી પાડ્યું છે. અને 12,18,380 રૂપિયાનો દારૂ, 7330 રૂપિયા રોકડા, રૂપિયા 5000નો એક મોબાઈલ ફોન તથા આઇસર ટ્રક રૂપિયા 7 લાખ મળી કુલ 19,31,190 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. તેમજ આઇસર ચાલક કલ્પેશ ઉર્ફે લાલો હર્ષદભાઈ લગારિયા (રહે.જૂનાગઢ)ની ધરપકડ કરાઈ છે.
આ કામગીરીમાં સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાયની સુચનાથી ડીવાયએસપી કેટી કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આરએ જાડેજાની ટીમ દ્વારા આઇસર ટ્રક પકડી પાડવામાં આવ્યો હતો. રાજકોટના પડધરી નજીકથી પણ આ જ આરોપીઓની 144 પેટી ભરેલ બોલેરો કારને પણ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડી પકડી પાડવામાં આવ્યા છે.