ભારતીય ટેક બ્રાન્ડ Mivi એ તેની પ્રથમ સ્માર્ટવોચ બજારમાં લોન્ચ કરી છે. કંપનીએ બજેટ કેટેગરીમાં પોતાનું Mivi વોચ મોડલ E રજૂ કર્યું છે. આ સ્માર્ટવોચ વજનમાં હલકી છે અને તેમાં સિલિકોન સ્ટ્રેપ છે. નવી સ્માર્ટવોચ શાનદાર ફીચર્સ તેમજ શાનદાર દેખાવથી સજ્જ છે. કંપની તેને 6 કલર ઓપ્શનમાં લાવી છે. Miviની 'મેડ-ઈન-ઈન્ડિયા' સ્માર્ટવોચમાં સાયકલિંગ, જોગિંગ, હાઈકિંગ, વૉકિંગ, યોગા અને અન્ય ઘણા બધા વર્કઆઉટ મોડ્સનો સમાવેશ થશે.
સ્માર્ટવોચમાં 1.69-ઇંચની ડિસ્પ્લે છે. તે HD ટચસ્ક્રીન ડિસ્પ્લેથી સજ્જ છે. ઘડિયાળમાં બ્લૂટૂથ 5.1 કનેક્ટિવિટી આપવામાં આવી છે અને તેમાં ચાર્જિંગ માટે મેગ્નેટિક લાઇન સાથે 200 mAh લિથિયમ પોલિમર બેટરી છે. આ સ્માર્ટવોચમાં સાઇકલિંગ, જોગિંગ, હાઇકિંગ, વોકિંગ, યોગ અને વધુ જેવા વર્કઆઉટ મોડ્સ પહેલાથી ઇન્સ્ટોલ કરેલા છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટવોચ 1.5 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે અને 5-7 દિવસ સુધી ચાલે છે. તેમાં 20 દિવસનો સ્ટેન્ડબાય સમય પણ છે. તે 120 સ્પોર્ટ્સ મોડ્સ સાથે આવે છે.