દેશ કે રાજ્યમાં ચોમાસુ કેવું રહેશે? ચોમાસામાં વરસાદ કેટલો રહેશે તેની રાહ જોતા હોય છે. ચોમાસાનો વર્તારો અલગ-અલગ રીતે કાઢવામાં આવતો હોય છે. હોળીનો પવન કઈ દિશા તરફનો છે તેના પરથી ચોમાસાનું તારણ કાઢવામાં આવતું હોય છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ હોળી પ્રગટાવ્યા બાદ કઈ દિશામાં જાર જાય છે તેના પરથી ચોમાસાનો વર્તારો કાઢ્યો હતો. અને અનુમાન લગાવ્યુ હતું કે માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠું થઈ રહ્યું છે અને હજુ પણ માર્ચ મહિનામાં બીજું માવઠું થશે. જે અંતર્ગત માર્ચ મહિનામાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં અવારનવાર માવઠા સાથે કરા પડ્યા છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, 14 થી 16 માર્ચમાં ફરી માવઠું થવાની આગાહી છે જે આગાહી સાચી સાબિત થઇ છે. સાથે જ 24 થી 25 માર્ચના દરિયામાં ઊંચા મોજા ઉછળશે. સાથે જ ભારે પવન ફૂંકાશે એટલે કે માર્ચ મહિનામાં વિપરીત વાતાવરણ રહેશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાંથી ભેજનું પ્રમાણ વધુ રહેશે. ઘણી વખત વાવાઝોડા સાથે વધુ વરસાદ થઈ જવાના કારણે વચ્ચે વરસાદની ખેંચ પડતી હોવાથી ત્યારે પિયર આપવું પડે. પરંતુ શુકન સારા થયા નથી પવનનું અથડાવું, પવનનું ચડવું, છાંટા પડવા, વીજળીનું ચમકવું, સુકનશાસ્ત્રની દ્રષ્ટિએ આ નિશાની બરાબર નથી. આથી પૃથ્વી પર કંઈકને કંઈક કુદરતી ઘટના બની રહે અથવા તો ઉત્પાત રહ્યા કરે તેવું પુર્વાનુંમાન છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસથી ડબલ ઋતુનો માહોલ છવાયો છે. ઉનાળાની શરૂઆત તો થઈ જ ગઈ છે પણ ઠેર ઠેર કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. જેને લઈને કેરી રસિયાએે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના હવામાન વિભાગે 23 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. ત્યારે ઠેર-ઠેર અનેક જિલ્લામાં કમોસમી વરસાદનો માહોલ છવાઈ ગયો છે.