Home » photogallery » gujarat » Rain in Gujarat: ફરી આવશે વાતાવરણમાં પલટો, જાણો કયા-કયા જિલ્લાઓમાં થશે ભારેથી અતિભારે વરસાદ

Rain in Gujarat: ફરી આવશે વાતાવરણમાં પલટો, જાણો કયા-કયા જિલ્લાઓમાં થશે ભારેથી અતિભારે વરસાદ

Rain in Gujarat - વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbances)સક્રિય થઈ રહ્યું છે જેની અસર રાજ્યના વાતાવરણ પર થશે અને શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે

  • 14

    Rain in Gujarat: ફરી આવશે વાતાવરણમાં પલટો, જાણો કયા-કયા જિલ્લાઓમાં થશે ભારેથી અતિભારે વરસાદ

    વિભુ પટેલ, અમદાવાદ : રાજ્યના (Gujarat)વાતાવરણમાં વારંવાર પલટો (Rain in Gujarat)આવી રહ્યો છે જેના કારણે ખેડૂતો (Farmers)પરેશાન થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા જ કમોસમી વરસાદ ( rain)થયો હતો અને કૃષિ પાકને નુકશાન થયું હતું. આ પછી વાતાવરણ સ્વચ્છ બનતા ખેડૂતોની ચિંતા દૂર થઇ હતી. જોકે હવામાન વિભાગ (Meteorological Department)દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરતા જ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbances)સક્રિય થઈ રહ્યું છે જેની અસર રાજ્યના વાતાવરણ પર થશે અને શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને અરબી સમુદ્રમાંથી ભેજ આવશે. જેના કારણે 30 નવેમ્બર, 1 અને 2 ડિસેમ્બરે કમોસમી વરસાદ થશે.

    MORE
    GALLERIES

  • 24

    Rain in Gujarat: ફરી આવશે વાતાવરણમાં પલટો, જાણો કયા-કયા જિલ્લાઓમાં થશે ભારેથી અતિભારે વરસાદ

    30 નવેમ્બરના રોજ ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો આવશે, ઝડપથી પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા તેમજ અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને અને દીવમાં કમોસમી વરસાદ થશે

    MORE
    GALLERIES

  • 34

    Rain in Gujarat: ફરી આવશે વાતાવરણમાં પલટો, જાણો કયા-કયા જિલ્લાઓમાં થશે ભારેથી અતિભારે વરસાદ

    1 ડિસેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, ભરૂચ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અન્ય કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે ભારે પવન ફૂંકાશે.

    MORE
    GALLERIES

  • 44

    Rain in Gujarat: ફરી આવશે વાતાવરણમાં પલટો, જાણો કયા-કયા જિલ્લાઓમાં થશે ભારેથી અતિભારે વરસાદ

    2 ડિસેમ્બર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે જ 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તેમજ અરબી સમુદ્રમાં પવનની ગતિ વધારે રહેવાના કારણે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

    MORE
    GALLERIES