અમદાવાદ ખાતે સાબરમતી નદી પર સને ૧૯૭૬માં આડબંધ બાંધવામાં આવ્યો હતો, જે આજે વાસણા બેરેજ તરીકે ઓળખાય છે. સાબરમતી નદીમાંથી વહી જતા પાણીને વાસણા બેરેજ ખાતે રોકવામાં આવે અને ત્યાં સંગ્રહીત થયેલું પાણી સાબરમતીની ડાઉન સ્ટ્રીમમાં આવતા તાલુકા અને ગામોમાં સિંચાઇ માટે ફતેહવાહી નહેર મારફતે પૂરૂ પાડવામાં આવે છે.