સંજય ટાંક, વડોદરા: વડોદરા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના (GTU) સ્ટાર્ટઅપ્સ (GTU Startups) દ્વારા 3થી 8 વર્ષની ઉંમરના બાળકો માટે એક અદભુત પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે. એપ્લિકેશન બેઇઝડ આ પ્રોડક્ટથી નાના બાળકો ઉપગ્રહ, પ્રાણીઓ, પક્ષીઓ, બારક્ષરી થ્રિડી વ્યૂ સાથે અભ્યાસ કરી શકશે. આ પ્રોડક્ટ સાથે GTUના વાઇસ ચાન્સેલર અને સ્ટાર્ટઅપ્સની ટીમે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત કરી હતી અને તેમના હસ્તે આ પ્રોડક્ટને લોન્ચ કરાવવાનું ટીમનું આયોજન છે.
મહત્વની વાત એ પણ છે કે, આ પ્રોડક્ટની ખાસિયત છે કે પ્રાણી હોય કે પક્ષીઓ હોય કે કોઈપણ કાર્ડ હોય તે સ્કેન કરવાથી એ પ્રાણી કે પક્ષી થ્રિડી ઇફેક્ટમાં જોવા મળશે જે બાળકને જોવા ખૂબ ગમશે. આ પ્રોડક્ટ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી સહિત અલગ અલગ ભાષામાં પણ ઉપલબ્ધ છે. આ પ્રોડક્ટનો શહેરમાં વસતા બાળકોને તો ફાયદો થશે જ સાથે ગ્રામયમાં વિદ્યાર્થીઓ જેઓ શાળાઓ સુધી નથી પહોંચી શકતા તેઓ માટે પણ આ પ્રોડક્ટ ખૂબ ઉપયોગી સાબિત થશે. હજુ આ પ્રોડક્ટની કિંમત નક્કી કરાઈ નથી પણ પ્રોડક્ટની 3 હજાર કિંમત આંકવામાં આવી છે.
આ અંગે સ્ટાર્ટઅપ રવિ શર્મા જણાવે છે કે, અમારી ટીમે મુવેલ પ્રોડક્ટ લોન્ચ કરી છે. જેમાં 3થી 8ની ઉમરના બાળકોને અભ્યાસમાં ઉપયોગી થઈ શકે તેવો પ્રોજેકટ છે. મુવેલ એક એપ્લિકેશન છે જે કોઈપણ મોબાઈલમાં ડાઉનલોડ કરી શકાશે. જેમાં 150 પ્રકારના કાર્ડ એપ્લિકેશન દ્વારા સ્કેન કરી બાળકો અભ્યાસ કરી શકશે. 150 કાર્ડમાં ઉપગ્રહ, પ્રાણીઓ, પક્ષીઓ, બારક્ષારીનો અભ્યાસ કરી શકાશે.
GTUના વાઇસ ચાન્સેલર નવીન શેઠેજણાવ્યું કે, ઘણીવાર બાળકોને પુસ્તક અભ્યાસ કરવા છતાં સમજ નથી પડતી. તે આ પ્રોડક્ટથી પ્રાણીઓ, પક્ષીઓ જોઈ વિદ્યાર્થીઓ ઝડપથી શીખી શકે છે. બાળકો પોતાની ભાષામાં તે શીખી શકશે. આંગણવાડી અને ગ્રામીણ બાળકો માટે આ પ્રોડક્ટ ઉપયોગી થશે. ગ્રામ્ય વિસ્તારમાં બાળકો અભ્યાસ કરી શકે તે હેતુથી GTU 25 પ્રાથમિક શાળાઓને આ પ્રોજેક્ટ ભેટમાં આપશે.Vadodara GTU innovation startup projrct for children knowledge