અંકિત ઘોનસિકર, વડોદરા: યુક્રેન અને રશિયા (Ukraine Russia War) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આાગામી સમયને ધ્યાનમાં રાખી બાયોલોજિકલ વોર અને કોરોના જેવી મહામારીમાં ભારતીય સેનાના જવાનો માટે વડોદરાની (Vadodara News) કંપનીએ વિશેષ સૂટ તૈયાર કર્યો છે. ‘ઇવેક્યુએશન બેગ’ (evacuation bag) તરીકે ઓળખાતા આ સૂટ અગાઉ રૂ. એક લાખના ભાવે વિદેશથી મંગાવાતા હતા. પરંતુ આ સ્વદેશી કંપનીએ કાપડ અને ખાસ રબરમાંથી આ વિશેષ સૂટ તૈયાર કરવા આવ્યો છે. ભારતમાં આ સુટના ઉત્પાદનથી સૂટની કિંમત ફક્ત રૂ. 25 હજાર છે. જેના કારણે ભારતીય સેનાએ પણ ઘણો આર્થિક ફાયદો થયો છે. અત્યાર સુધી ભારતીય સેનાને આવા 500 સૂટ સપ્લાય કરાયા છે.
ઈવેક્યુએશન બેગની ખાસિયત એ છે કે, આગામી સમયમાં બાયોલોજિકલ વોરમાં પણ તેનો ઉપયોગ થઈ શકે એમ છે. અહીં ડીઆરડીઓની મદદથી ટેન્ટ તેમજ ડોક્ટરો માટેના સૂટ પણ તૈયાર કરાયા છે, 10 જેટલા ટેન્ટ ભારતીય સેનાને આપ્યા છે. એરફોર્સ, નેવી, તેમજ બીજા પેરા મિલિટરી ફોર્સને પણ ઓર્ડર આવે તેવી સંભાવના પણ કંપની સંચાલકે વ્યક્ત કરી હતી. આ સૂટ કોરોનાની મહામારીમાં ખૂબ ઉપયોગી સાબિત થયા છે.