24 ફેબ્રુઆરીએ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport)થી મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પનો 22 કિલોમીટર લાંબો રોડ શૉ યોજાવાનો છે. આ રોડ શૉ દરમિયાન રસ્તા પર પસાર થતી વખતે અમેરિકાના રાષ્ટ્રપતિના કાફલામાં પોલીસ, સીક્રેટ એજન્ટ્સ, ઍમ્બ્યુલન્સ અને તેમના અન્યા સાથીઓની પણ ગાડીઓ હોય છે. આ ઉપરાંત બેકઅપ માટે ધ બીસ્ટ જેવી વધુ એક લિમોજિન સાથે ચાલે છે.
ટ્રમ્પના કાફલામાં 24થી 45 વાહન સામેલ હોય છે. એક બેકઅપ માટે સ્પેશલ કોમ્યુનિકેશનથી સજ્જ લિમોજિન પણ હોય છે. અમદાવાદમાં યોજાનારા રોડ શૉ દરમિયાન અમદાવાદીઓ પ્રત્યક્ષ રીતે ટ્રમ્પની સુરક્ષા વ્યવસ્થા અને તેમના હાઇપ્રોફાઇલ કાફલાને જોઈ શકશે. કોઈ અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા અમદાવાદમાં આ રીતે રોડ શૉ યોજવાનો આ પહેલો પ્રસંગ છે.