Home » photogallery » gujarat » અમદાવાદ: કુંવારી બહેન બની માતા, ભાઈએ બાળકને પાડ્યું ઠેકાણે, બાળકનું મોત

અમદાવાદ: કુંવારી બહેન બની માતા, ભાઈએ બાળકને પાડ્યું ઠેકાણે, બાળકનું મોત

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક એવી ઘટના આવી કે જેને સાંભળતા જ તમારા રુવાટા ઉભા થઇ જશે

  • 14

    અમદાવાદ: કુંવારી બહેન બની માતા, ભાઈએ બાળકને પાડ્યું ઠેકાણે, બાળકનું મોત

    અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક એવી ઘટના આવી કે જેને સાંભળતા જ તમારા રુવાટા ઉભા થઇ જશે. વાત એવી છે કે એક બાળકનો જન્મ થયો પણ તેને સારવાર કરાવવાની હોવાથી તેના મામા બાળકને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં વેન્ટીલેટર પર મુકાવી ચાલુ સારવારે બાળકને મુકીને ફરાર થઈ ગયો અને ગણતરીના કલાકોમાં બાળકનું મોત થયું, જ્યા સીસીટીવીના આધારે શાહીબાગ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

    MORE
    GALLERIES

  • 24

    અમદાવાદ: કુંવારી બહેન બની માતા, ભાઈએ બાળકને પાડ્યું ઠેકાણે, બાળકનું મોત

    આ યુવક જેક્સન છે, જેણે તેની કુંવારી બહેનના બાળકને હોસ્પિટલમાં ત્યજી દીધું. બે દિવસ પહેલા બાળકનો જન્મ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં થયો હતો. બાળકનું વજન ૯૦૦ ગ્રામ હોવાથી તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકને દાખલ કરાયા બાદ બાળકને જન્મ આપનાર યુવતીનો ભાઈ જેક્શન ત્યાંથી નાસી ગયો હતો. પોલીસે હોસ્પિટલના મુખ્ય ગેટ પરના સીસીટીવી કેમેરા તપાસતા તેમાં આ નિર્દય મામો નજરે પડ્યો. જેમાં તે તેની સાથેના એક વ્યક્તિ સાથે બાળકને લઇને એમ્બ્યુલન્સમાં આવે છે અને સિવિલ હોસ્પિટલમાં જતો નજરે પડે છે. તેના હાથમાં એક દિવસનું બાળક પણ જોવા મળે છે. જેના આધારે પોલીસે અરવલ્લીમાંથી જેક્શન નામના યુવકની ધરપકડ કરી છે.

    MORE
    GALLERIES

  • 34

    અમદાવાદ: કુંવારી બહેન બની માતા, ભાઈએ બાળકને પાડ્યું ઠેકાણે, બાળકનું મોત

    શાહીબાગ પો સ્ટે પીઆઇ એ કે પટેલે જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલના ડો.નીરવ રાઠોડે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આ અંગે કલ્પેશ નિનામા વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી, પરંતુ આ બાળક કલ્પેશ નિનામાનું નહીં જેક્શન લઇને આવ્યો હતો. આરોપી જેક્શનની કુંવારી બહેનને કલ્પેશ નિનામા સાથે અનૈતિક સબંધ હતા અને કુંવારી વયે જ બાળકનો જન્મ થતા જેક્શને બાળકને સારવાર માટે હિંમતનગર ખસેડ્યો હતો, પરંતુ બાળકને વધુ સારવાર જોઈતી હોવાથી અસારવા સિવીલ ખસેડવામાં આવ્યો હતો. કુંવારી બહેનને બાળક જન્મતા જેક્શનએ સિવિલમાં વેન્ટિલેટર પર જ બાળકને મૂકી ફરાર થઇ ગયો હતો. બાળકને ઉછેરવું ના પડે અને સમાજમાં બદનામી ના મળે તે માટે થઇ જેક્શન બાળકને ત્યજીને ફરાર થઇ ગયો હતો.

    MORE
    GALLERIES

  • 44

    અમદાવાદ: કુંવારી બહેન બની માતા, ભાઈએ બાળકને પાડ્યું ઠેકાણે, બાળકનું મોત

    તમને જણાવી દઈએ કે, સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુને ત્યજી દેવાના એક નહીં પરંતુ અનેક કિસ્સા બન્યા છે. ત્યારે નવજાત શિશુના અપહરણના પણ અનેક કિસ્સા સામે આવ્યા છે. ગત વર્ષે સિવિલ હોસ્પિટલમાંથી એક મહિલા ૧૩ દિવસના બાળકનું અપહરણ કરીને પણ લઇ ગઇ હતી. ત્યારે બાળકોની સુરક્ષાને લઇને પોલીસે અને સિવિલ તંત્રએ કોઇ ચોક્કસ પગલાં લેવા જોઇએ તેવું આ ઘટનાઓ પરથી ચોક્કસ લાગી રહ્યું છે. હાલ તો શાહીબાગ પોલીસે જેક્શનની ધરપકડ કરી અન્ય કોઈ વ્યક્તિની આ કેસમાં બેદરકારી છે કે નહિ તે અંગે તપાસ તેજ કરી છે.

    MORE
    GALLERIES