અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે ફરી ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી છે. આજે ગુરુવારે પોલીસે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી છે. પોલીસ રસ્તા ઉપર ઉતરીને શહેરીજનોને ટ્રાફિક અંગે ભાન કરાવી રહી છે. મળતી માહિતી પ્રમાણે પોલીસ ડ્રાફિકના નિયમો તોડનાર વાહન ચાલકો પાસેથી દંડ વસુલી રહી છે. મોટી સંખ્યામાં પોલીસ ટ્રાફિક ડ્રાઇવમાં જોડાયા છે. (ઋત્વિજ સોની, અમદાવાદ)