હવામાન વિભાગના ડાયરેકટર ડૉકટર જયંત સરકારે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે આજથી ઈમ્પેકટ બેજ ફોરકાસ્ટ આપવાનું શરુ કર્યુ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમન,દાદરા નગર હવેલી, સુરત, જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ થશે. આ તમામ જિલ્લામા રેડ એલર્ટ આપ્યું છે.