

નવીન ઝા, અમદાવાદ : અમદાવાદના સોલા વિસ્તારમાં એક મહિલાએ ફરિયાદ દાખલ કરાવી છે અને જેમાં તેને પોતાના પતિ અને એક અજાણ્યા નંબર જે તેના પતિના પ્રેમીકાનો હોવાનુ સામે આવી રહ્યુ છે તેમની ઉપર આરોપ લગાવ્યો છે. ફરિયાદીએ ફરિયાદ આપી છે કે, તેના પતિ સાથે વર્ષ 2013માં લગ્ન થયા હતા અને તેમને એક દિકરી પણ છે. પરંતુ છેલ્લા 3 મહિનાથી ફરિયાદી પોતાના પિયરમાં રહે છે.


ફરિયાદીએ ફરિયાદ દાખલ કરાવી છે કે, ગત 10 માર્ચના રાતના 11 વાગ્યા એક અજાણ્યા નંબરથી તેમના મોબાઈલ પર વોટસ અપ મેસેજ આવ્યો હતો અને ત્યાર બાદ ફરિયાદીએ તે મોબાઈલ નંબર પર વાત કરવાનુ શરુ કરેલ. અજાણ્યા નંબર પરથી ફરિયાદીને મેસેજ આવ્યો કે હુ તારા પતિને લવ કરુ છુ જેથી તુ એને છોડી દે. ફરિયાદીનુ કહેવુ છે કે, એવો પણ મેસેજ આવ્યો કે તે લોકો છેલ્લા પાંચ વર્ષથી એક બીજાના પ્રેમમાં છે અને જેથી તે છોડી દે.


આ સમગ્ર ઘટના બાદ ફરિયાદીએ આજે સવારે એટલે 11 માર્ચેના રોજ પોતાના પતિને ફોન કરી આ સમગ્ર વાત કરી ત્યારે તેના પતિએ ફરિયાદીને ગંદી ગાળો આપવા લાગેલ અને તુ મને છોડી દે અને છુટાછેડા આપી દે તેવી ધમકી આપવા લાગેલ અને તુ તારા બાપના ઘરેજ રહેજે તેવી ધમકી આપી હતી.