અમદાવાદ : કરજણના સ્વીટી પટેલના (Sweety Patel) ગુમ (Missing) થયાના 49 દિવસ બાદ પણ રહસ્ય ઉકેલાયું નથી ત્યારે આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચને (ahmedabad crime Branch) સ્વીટી પટેલના પતિ અને પૂર્વ પીઆઈ અજય દેસાઈના (PI Ajay Desai) કરજણ સ્થિતિ બંધ મકાનના બાથરૂમમાંથી મહત્ત્વના પુરાવા હાથ લાગ્યા છે. આ પુરાવાના પગલે સ્વીટી પટેલ કેસમાં નવો વળાંક આવ્યો છે.