પાણીની ઉંચી કીંમત ચુકવ્યા બાદ પણ લોકો બોગસ મીનરલ વોટર મેળવી રહ્યા છે. વેપારીઓ પાણીને માત્રને માત્ર ઠંડુ કરી બ્રાન્ડેડ પાણીની બોટલોની જેમ ઉંચી કીમતે લોકોને પધરાવી રહ્યા છે. જ્યારથી શહેરમા પાણીના પાઉચ બંધ થયા છે, ત્યારથી નાની મોટી પાણીની બોટલો નો ધંધો પૂરબહારમાં ખીલ્યો છે. બસ ડેપો અને કાલુપુર રેલવે સ્ટેશન આ ગોરખધંધાનું એ.પી. સેન્ટર છે.
આપ માર્કેટમાંથી પાણીની બોટલો લઈ રહ્યા છો પહેલાં બોટલ પર આઈ.એસ.આઈ માર્કો કેપ સિલીંગની ચકાસણી કરવી જરુરી બને છે. પૅકેજીંગ ડ્રીન્કીંગ પ્લાન્ટ ઑનર્સ એસોસિએશનના પ્રમુખ અલ્કેશ પટેલે જણાવ્યું, ' અમદાવાદ અને ગુજરાતમાં નોન આઈ.એસ.આઈ ગેરકાયેદસર પૅકેજીંગ ડ્રીન્કીંગ વોટર પ્લાન્ટનો રાફડો છે અને તેની સંખ્યા ઘણી વઘુ છે. રાજ્યમાં આઈ. એસ. આઈ. નો થપ્પો ધરાવતાં 450 ઉત્પાદક પ્લાન્ટો છે. આ માર્કો લગાડવાની ફી પણ સવા લાખ રૂપિયા જેટલી હોય છે.