આજે ત્રીજી વખત અમદાવાદની વિવિધ શાળાઓની બહાર RTOની ટ્રાફિક ડ્રાઈવ વહેલી સવારથી શરૂ થઇ ગઇ છે. RTOની 12 ટીમો અને 36 અધિકારીઓ દ્વારા અલગ અલગ સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું છે. જેમાં સ્કૂલ બસ, વાન અને રિક્ષાની ફિટનેસ તપાસવામાં આવી રહી છે. જેમાં શહેરની 15 શાળાઓમાં આ તપાસ હાથ ધરાશે. તેનો હેતુ બાળકોની સલામતી સામે કોઇ ચેડા નથી થતાં તે જ જોવાનો છે.
સ્કૂલ વાન માટે આરટીઓએ કેટલાક નિયમો ફરજિયાત કર્યા છે, જે મુજબ સ્કૂલ વાનમાં 12 વર્ષથી નીચેનાં બાળકોની સંખ્યા 12 અને તેથી વધુ વર્ષનાં હોય તેવા છ બાળકો બેસાડી શકાય, જ્યારે રિક્ષામાં 12 વર્ષથી નીચેનાં છ અને તેનાથી વધુ ઉંમરનાં ત્રણ બાળકો જ બેસાડી શકાય છે, પણ આ નિયમોનું પાલન વાન અને રીક્ષા ચાલકો કરતા નથી માટે તેમની સામે આકસ્મિક તપાસ શરૂ કરી દંડની કાર્યવાહીને વેગ આપવામાં આવ્યો છે