આજે વહેલી સવારથી શહેરમાં RTOની 10 ટીમો દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આરટીઓ અને પોલીસના અધિકારીઓ દ્વારા સ્કૂલમાં વર્ધીમાં જતા વાહનો એટલે સ્કૂલ વાન, સ્કૂલ રિક્ષા અને સ્કૂલ બસની તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં ભુયંગદેવ, ઘાટલોડિયા, સાબરમતી સહિતના વિસ્તારમાં આ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં જે તે વાહનનું ફિટનેસ ચેકિંગ હાથ ધરાયું છે. તેનો મુખ્ય હેતુ બાળકોની સલામતી સામે કોઇ ચેડા નથી થતાં તે જ જોવાનો છે.