અમદાવાદ સહિત રાજ્યભરમાં વાતાવરમમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે, દરિયા કિનારા, સિનાય રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડશે. સાથે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે. હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી વાતાવરમમાં પલટાના સમાચાર આવી રહ્યા ઓછે, ક્યાંક ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે તો, ક્યાં વાવાઝોડા અને બરફના કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે, દરિયા કિનારા, સિનાય રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડશે. સાથે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે. હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી વાતાવરણમાં પલટાના સમાચાર આવી રહ્યા છે, ક્યાંક ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે તો, ક્યાં વાવાઝોડા અને બરફના કરા સાથે વરસાદ વરસી રહ્યો છે.
આ બાજુ મહાસાણા જીલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવતા પવન સાથે વાવાઝોડું ફૂંકાયું છે. ભારે પવન સાથે વરસાદ ફૂલ ગતીથી ફૂંકાઈ રહ્યો છે. પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ ગઈ છે. મહેસાણાના વિજાપુર તાલુકામાં ધૂળવાળા વાતવરણે ચકચાર જગાવી છે. વિજાપુર તાલુકાના માલોસણ ગામમાં વરસાદી માહોલમાં વીજળી પડી. માલોસણ ગામમાં વીજળી પડતા એકનું મોત થયાના પમ સમાચાર આવી રહ્યા છે. ઠાકોર કોદરજી પ્રધાનજી પર વીજળી પડતા ઘટના સ્થળ પર તેમનું મોત થયું. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું.
તો પાટણ જીલ્લાના સાંતલપુરના લોદરા ગામે અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ સાથે પડ્યા કરા. કરાના કારમે ઘરોના પતરાઓ અને નળિયાઓ પમ તૂટી ગયા. એકબાજુ લોકો બરફનો વરસાદ જોઈ ખુશીની લહેર તો બીજી બાજુ ખેડૂતોને બાજરી તેમજ ઘઉં જેવા પાકોમાં નુકશાન થવાનો ડર છે. આ સિવાય જીલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. છુટા છવાયા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. ઉનાળાના તાપમાં વરસાદ આવવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે
બનાસકાંઠા જીલ્લાની વાત કરીએ તો, દિયોદર પંથકમાં પણ કરા પડ્યા છે. દિયોદરમાં કમોસમી માવઠું થયું છે. બનાસકાંઠામાં બે દિવસથી વાતાવરણ બદલાયું છે. બે દિવસથી છુટા છવાયા વિસ્તારોમાં કમોસમી માવઠું થઈ રહ્યું છે. કમોસમી માવઠાથી ખેડૂતો ચિંતીત થયા છે. તમાકુ, ઘઉં , જીરું જેવા ઉનાળુ પાકને નુકશાન થવાની ભીતિ સર્જાઈ છે. અંબાજી પંથકમાં પણ સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો. આકાશમાં વાદળો છવાતા ધૂળની ડમરી ભર્યુ વાતાવરણ સર્જાયું છે. મંદિર પરિસરમાં ડમરીથી ધુળ ભરાઈ જતા ચોકને ધોવાની પ્રક્રિયા હાથ ધરાઈ. હળવા વરસાદના પણ છાંટા અનુભવાયા.
રાજકોટ ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. રાજકોટ પડધરીથી મીતાણા રોડ ઉપર વાવાઝોડાના કારણે લીમડાનુ ઝાડ ધરાસાયી થયું. ઝાડ પડતા પડધરી મીતાણા રોડ ઉપર ટ્રાફીક જામ સર્જાયો હતો. અંદાજે 1 કલાક સુધી વાહનની અવરજવર બંધ રહી હતી. સાથે પડધરીમાં કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે લલિત કગથરાનું કાર્યાલય પણ તૂટી ગયું. તો રાજકોટના પડધરીના ખાખડાબેલા ગામે પવન સાથે ભારે વરસાદ અને કરા પડતા મકાનની દીવાલો ધરાસાઇ છે. ખાખડાબેલા ગામે બરફના કરાથી પાકને પણ ભારે નુકશાન પહોંચ્યું છે.<br />મોરબીમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. ઉનાળામાં વરસાદ થતાં લોકોએ ગરમીમાં રાહતનો દમ લીધો. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે.