આ દ્રશ્ય છે એ વૈભવી બંગલાઓનું કે જ્યાં હાલ નર્કાગાર જેવી સ્થિતી છે. કરોડો રુપિયાના બંગલાઓ તો લોકોએ લઈ લીધા પરંતુ ડ્રેનેજ લાઈન નહિ હોવાના કારણે વરસાદી પાણી હજુ પણ બંગલાઓના વિસ્તારોમાં ઓસર્યા નથી. અહીં બંગલાઓમાં રહેતા લોકોએ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. એટલુ જ નહિ અહીંના દેરાસરના પ્રાંગણમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેનો નિકાલ થઈ શકતો નથી.
ગોકુલધામ ટાઉન્શીપમાં 400થી વધુ બંગલાઓ અને ફ્લેટ્સ છે. પરંતુ આખી ટાઉનશીપનું પાણી આ કેપી વિલા અને કેપી કોર્ટયાર્ડ એપાર્ટમેન્ટ પાસે જમા થાય છે. જેના કારણે અહીં બગલાઓ અને એપાર્ટમેન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે. રહીશોનું કહેવું છે કે બંગલો ખરીદ્યા પણ બિલ્ડર દ્વારા કોઈ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી.