આજે વહેલી સવારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એક મહિલાનો જીવ જતા જતા બચાવી લેવાયો. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.
2/ 5
કાલુપુર રેલવે સ્ટેશન પર અચાનક એક મહિલા ચાલુ ટ્રેનમાંથી નીચે પડી ગઇ હતી.
3/ 5
આ મહિલા અચાનક પડી ત્યારે રેલવે સ્ટેશન પર RPFના PSI સંજય બાઉ પસાર થઇ રહ્યાં હતાં. આ મહિલાને પડતી જોઇને પીએસઆઈ બાઉ તેમને બચાવવા દોડી ગયા હતાં. તેમને દોડતા જોઇને તેમની સાથે અન્ય માણસો પણ મદદ કરવા તેમની વ્હારે આવ્યાં હતાં.
4/ 5
સદનસીબે આ મહિલાને પીએસઆઈ અને અન્ય લોકોની મદદથી બચાવી લેવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.
5/ 5
આ ઘટના બાદ ત્યાં ઘણાં લોકો ભેગા થઇ ગયા હતાં. તે બાદ પીએસઆઈ અને અન્ય લોકો આ મહિલાને ઉભી કરીને તેમની સારવાર પણ કરાવી હતી. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે