અમદાવાદ: રાજ્યમાં (Gujarat weather forecast) કાળઝાળ ગરમીમાંથી (hetawave in Gujarat) રાહત મળવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ત્રણ દિવસ પછીથી દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની (premonsoon activity in Gujarat) શરૂઆત થવાની છે. જ્યારે 10મી જૂનથી ચોમાસાની (Monsoon prediction 2022) શરૂઆત થઇ શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 'ગુજરાતમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. જેના કારણે, ગરમીમાં આંશિક રાહત અનુભવાશે. ત્રણ દિવસ બાદ એટલે કે, 25મેના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. આ સાથે શહેરોમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાશે અને કાળઝાળ ગરમીમાં રાહત મળશે. અમદાવાદમાં શનિવારે 42.1 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. 27 મે સુધી અમદાવાદમાં 42 ડિગ્રીની આસપાસ જ તાપમાન નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદમાં શનિવારે 17 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે સતત પવન ફૂંકાતો રહ્યો હતો. જેના કારણે ગરમીમાં આંશિક રાહત જોવા મળી હતી. શુક્રવારના 43.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે શનિવારે 42 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાનની આગાહી પ્રમાણે, આગામી ત્રણ દિવસ સુધી પવન ફૂંકાતો રહેશે અને દિવસના તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
ગુજરાતીઓ હવે વરસાદની રાહ જોઇને બેઠા છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું માનવું છે કે, ચોમાસું 27 મેના કેરળમાં આગમન થવા માટે પરિબળો અનુરૂપ છે. જોકે, હવામાન વિભાગ દ્વારા પણ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે કે, 27 મેના કેરળમાં ચોમાસુ બેસી જશે અથવા તો 4 દિવસ આગળ પાછળ થઈ શકે છે. પરંતુ અંદમાનમાં ચોમાસુ બેસી ગયા બાદ ચોમાસાને આગળ વધવાના પરિબળો સાનુકૂળ છે.