Home » photogallery » gujarat » PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને આપી ગુજરાતી વસ્તુની ભેટ, તમે પણ જોઇને થઇ જશો ખુશ

PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને આપી ગુજરાતી વસ્તુની ભેટ, તમે પણ જોઇને થઇ જશો ખુશ

PM Narendra Modi gives gift from Gujarat: PM મોદીએ ભેટમાં આપેલા આ બાઉલની ખાસિયત એ છે કે, તેમાં એક પણ સાંધો નથી. પત્થરને કોતરીને આ બાઉલ બનાવવામાં આવ્યા છે.

विज्ञापन

  • 15

    PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને આપી ગુજરાતી વસ્તુની ભેટ, તમે પણ જોઇને થઇ જશો ખુશ

    Gift From Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોમવારે 6 ડિસેમ્બરના રોજ કહ્યું હતું કે, ભારત અને રશિયા (India Russia relation) વચ્ચેના સંબંધો ખરેખર મિત્રતાનું અનોખું અને વિશ્વસનીય મોડેલ છે. 21મી વાર્ષિક ભારત-રશિયા સમિટ (21st annual India-Russia summit) દરમિયાન, મોદીએ ભારત-રશિયા દ્વિપક્ષીય સંબંધોને 'વિશેષ અને વિશેષાધિકૃત' વ્યૂહાત્મક ભાગીદારી તરીકે બિરદાવ્યા હતા. આ મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને ( Russian President Vladimir Putin) ગુજરાતી વસ્તુની ભેટ (PM Modi gives Gujarat based gift ) આપી હતી. ખંભાતના આદિવાસી સમુદાયે અકીક પથ્થરમાંથી બનાવેલા બાઉલ ભેટમાં આપ્યા હતા.

    MORE
    GALLERIES

  • 25

    PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને આપી ગુજરાતી વસ્તુની ભેટ, તમે પણ જોઇને થઇ જશો ખુશ

    આ બાઉલની સમગ્ર વિશ્વમાં ખુબ જ માંગ છે. અકીકના ઘરેણા અને અકીકમાંથી બનેલી વસ્તુઓની સમગ્ર વિશ્વમાં ભારે માંગ છે. આ બાઉલની ખાસિયત એ છે કે, તેમાં એક પણ સાંધો નથી. પત્થરને કોતરીને આ બાઉલ બનાવવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 35

    PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને આપી ગુજરાતી વસ્તુની ભેટ, તમે પણ જોઇને થઇ જશો ખુશ

    બાઉલ બને તેવો મોટો પત્થર મળવો જ મુશ્કેલ છે. જો મળે તો તેમાંથી બાઉલ બનાવવું મુશ્કેલ છે. કારણ કે આ પત્થર ખુબ જ બટકણો હોય છે તેથી તેમાંથી બાઉલ બનાવવામાં ખુબ જ કાળજી રાખવી પડતી હોય છે. તેવામાં આ બાઉલની માંગ સમગ્ર વિશ્વમાં છે. આ બાઉલ વિશ્વનાં ટોચનાં લોકોના રસોડામાં પણ અલભ્ય છે. ત્યારે વડાપ્રધાને ખંભાતના અકીકનું પ્રખ્યાત બાઉલ રાષ્ટ્રપતિ પુતિનને ભેટ આપી હતી.

    MORE
    GALLERIES

  • 45

    PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને આપી ગુજરાતી વસ્તુની ભેટ, તમે પણ જોઇને થઇ જશો ખુશ

    નોંધનીય છે કે, PM મોદીએ નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું હતુ. આ મુલાકાત ખાસ હતી કારણ કે, બ્રાઝિલિયામાં 2019માં બ્રિક્સ સમિટમાં બંને નેતાઓ મળ્યા ત્યારથી તે બંને વચ્ચેની પ્રથમ વ્યક્તિગત મુલાકાત હતી.

    MORE
    GALLERIES

  • 55

    PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને આપી ગુજરાતી વસ્તુની ભેટ, તમે પણ જોઇને થઇ જશો ખુશ

    પીએમ મોદીએ કહ્યુ કે, આપણે 2025 સુધી 30 બિલિયન ડોલર ટ્રેડ અને 50 બિલિયન ડોલરના રોકાણનું લક્ષ્ય રાખ્યુ છે. કોવિડના પડકાર છતાં ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને સામરિક ભાગીદારીમાં કોઈ બદલાવ આવ્યો નથી. કોવિડ વિરુદ્ધ લડાઈમાં પણ બંને દેશો વચ્ચે સહયોગ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે, 2021 આપણા દ્વિપક્ષીય સંબંધો માટે ખુબ મહત્વપૂર્ણ છે, આ વર્ષ વર્ષે આપણી 1971ની ટ્ટીટી ઓફ પીસ ફ્રેન્ડશિપ એન્ડ કોઓપરેશનના પાંચ દાયકા અને આપણી સંયુક્ત ભાગીદારીના બે દાયકા પૂરા થઈ રહ્યાં છે. આજે આપણી વચ્ચે વિવિધ સમજુતિથી તેમાં મદદ મળશે.

    MORE
    GALLERIES