

ઋત્વીજ સોની, અમદાવાદ : અમદાવાદ - લોક ડાઉન માં પણ કેટલાક ગઠિયાઓ સાયબર ક્રાઇમ કરવાની તક ચૂકતા ન હોય તેમ લાગી રહ્યું છે.નવી નવી મોડસ ઓપરેન્ડી થી ગઠીયા ઓ લોકો પાસે થી પૈસા પડાવ્યા હોવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. તો હવે KYCના નામે પણ કેટલાક લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં બે દિવસમાં આવા બે બનાવો સામે આવ્યા છે. જેમાં પહેલા સિનિયર સિટીઝન તો બાદ માં ઓર્થોપેડીક સર્જન છેતરપિંડી નો ભોગ બન્યા છે.


ઘાટલોડિયા માં રહેતા હર્ષદ શખેસરા એ ફરિયાદ આપી છે કે ગઈ 22 મી એપ્રીલ એ તેમના મોબાઈલમાં Paytm KYC કરવા માટે મેસેજ આવ્યો હતો. જો કે કેટલાક દિવસ બાદ જ્યારે તેઓ ગેસ નું બિલ ભરવાનો પ્રયત્ન કરવા બિલ ભરાયું ના હતું.


જેથી તેમને મેસેજ માં આવેલ નંબર પર ફોન કરતા પેટીએમ કેવાયસી કરવા માટે કહી ને ક્વિક સપોર્ટ (Quick Support) નામ ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહ્યું હતું. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમાંથી લોગ આઉટ થઈ પેટીએમ્ માંથી એક રૂપિયો ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું.


જો કે ફરિયાદી આમ કરતાં તેના એકાઉન્ટ માંથી અલગ અલગ 9 ટ્રાન્સજેક્શન મારફતે રૂપિયા 1 લાખ 35 હજાર ઉપડી ગયા હતા. જેથી તેમને તાત્કાલિક સાયબર ક્રાઇમ ની મદદ લઇ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરાવી છે.