અમદાવાદના બોપલ વિસ્તારમાં પતિ, પત્ની ઔર વોહનો કિસ્સો સામે આવ્યો છે. બોપસ વિસ્તારમાં રહેતી પરિણીતા ફોન પર પર વાત કરી રહી હતી તે સમયે તેના પતિએ તેને પૂછ્યું હતું કે, તું કોની સાથે વાત કરી રહી છે? આ વાતને લઇને પરિણીતા ઉશ્કેરાઇ હતી. એટલું જ નહીં, પરિણીતાએ તેના પ્રેમીને ઘરે બોલાવી પતિને માર મરાવ્યો હતો. આ અંગે બોપલ પોલીસે પ્રેમી સામે મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.