પ્રણવ પટેલ, અમદાવાદ : આજથી એટલે કે 16મી સપ્ટેમ્બરથી રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો લાગૂ થઈ ગયા છે. નવા નિયમો પ્રમાણે ટ્રાફિકના નિયમો તોડવા બદલ દંડની રકમમાં મોટા વધારે કરવામાં આવ્યો છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કરતા પોતાના ઓફિશિયલ ટ્વિટર અને ફેસબુક પેજ પર કેટલાક કટાક્ષ કરતા સૂત્રો તેમજ કેટલાક સૂચનો કર્યા છે. સાથે જ પરેશ ધાનાણીએ ટ્રાફિક મેમોને લઈને 'હર હર મેમો ઘેર ઘેર મેમોનું સૂત્ર પણ આપ્યું છે. સાથે જ તેમણે ગાડુ હાકતા હોય તેવી તસવીરો પણ પોસ્ટ કરીને તેને તમામ મોકાણથી છૂટકારો મેળવવાનો ઉપાય ગણાવ્યો છે.