મહેસાણામાં આજે શર્મનાક અને હચમચાવી દેનારી ઘટના ઘટી હતી. નાગલપુર સ્થિત કોમર્સ કોલેજની વિદ્યાર્થીની પર એસિડ ફેંકાતાં હંગામો મચી ગયો હતો. એસિડ એટલો બધો જલદ હતો કે ફ્લોર પરના બ્લોકમાં પણ કાળા પડી ગયા હતા. આ વિચારથી કલ્પી શકાય છે કે વિદ્યાર્થીનીની હાલત કેવી થઇ હશે?
2/ 5
એક તરફી પ્રેમમાં પાગલ એવા હાર્દિક પ્રજાપતિ નામના આ યુવકે યુવતી પર એસિડ ફેંક્યો હતો. એસિડ એટલો બધો જલદ હતો કે ફ્લોર પરના બ્લોકમાં પણ કાળા પડી ગયા હતા. આ વિચારથી કલ્પી શકાય છે કે વિદ્યાર્થીનીની હાલત કેવી થઇ હશે?
3/ 5
પ્રિયા (નામ બદલેલ છે) પર એસિડ ફેંકાતાં ચહેરા, માથા સહિત શરીરના ભાગે ઇજાઓ થવા પામી હતી. જેને પગલે તાત્કાલિક સારવાર માટે લઇ જવાઇ હતી. જ્યાં પોલીસ દ્વારા નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
4/ 5
કોલેજની વિદ્યાર્થીની પર એસિડ ફેંકવાની ઘટના સામે આવતાં અન્ય વિદ્યાર્થીઓએ એસિડ ફેંકનાર યુવકને પકડી લીધો હતો અને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો હતો.
5/ 5
એસિડ ફેંકવાની ઘટનાને પગલે ઉશ્કેરાટ ફેલાયો હતો. જેને પગલે ટોળાએ એસિડ ફેંકનાર યુવકના બાઇકને આગ ચાંપી હતી.