અમદાવાદઃ ફેસબુક પર પોસ્ટ મૂકીને બદનામ કરવાનો વધુ એક કિસ્સો શહેરમાં સામે આવ્યો છે. થોડા મહિનાઓ પહેલા જ શહેરમાં આવો બનાવ સામે આવ્યો હતો જેમાં એક સુરક્ષાગાર્ડે સમલૈંગિક સંબંધનો અંત આણતા યુવકે તેને બદનામ કરવા માટે સોશિયલ મીડિયામાં તેનો મોબાઇલ નંબર મૂકી દીધો હતો. હવે ફરી આવે એક કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે મહેશ ચુડાસમા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. (પ્રતિકાત્મક તસવીર)
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા કિશન પટેલના (નામ બદલ્યું છે) એકાઉન્ટ પર એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. વ્યક્તિએ આ રિક્વેસ્ટ સ્વીકારી હતી. બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. જોકે, સમય જતાં કિશનને માલુમ પડ્યું હતું કે તેણે જેની રિક્વેસ્ટ સ્વીકારી છે તે સમલૈંગિક છે. જે બાદમાં કિશને તેને બ્લોક કરી દીધો હતો. આ વાતનો ગુસ્સો રાખીને સામેવાળાએ કિશનને બદનામ કરવા માટે ફેસબુક પર પોસ્ટ મૂકી હતી. (પ્રતિકાત્મક તસવીર)
આ અંગે કિશન પટેલે અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે ઘાટલોડિયામાંથી મહેશ ચુડાસમા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. મહેશ ફેક એકાઉન્ટ બનાવીને કિશન પટેલ સાથે ચેટિંગ કરતો હતો. તેણે બદલો લેવા માટે કિશનની બીભત્સ પોસ્ટ તેમજ મોબાઇલ નંબર સોશિયલ મીડિયામાં શેર કરી દીધી હતી. (તસવીરઃ આરોપી મહેશ ચુડાસમા)