વાહનવ્યવહાર કમિશ્નરે બહાર પાડેલા પરિપત્ર પ્રમાણે હવેથી વાહનચાલકો આર.સી. બુક અને ડ્રાઇવિંગ લાયસન્સની ઓરિજિનલ નકલ સાથે રાખવાને બદલે ડીજી લોકરમાં પણ રાખી શકશે. એટલે કે ડીજી લોકર અથવા એમ પરિવહન એપના પ્લેટફોર્મમાં રાખવામાં કે રજૂ કરવામાં આવેલા ડ્રાઇવિંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ મૂળ દસ્તાવેજની જેમ માન્યા ગણાશે.
શું ફાયદો થશે? વાહનવ્યવહાર કમિશ્નરના પરિપત્ર બાદ તમે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સને તમારા ફોનના ડીજી લોકર કે એમ પરિવહન એપમાં સ્ટોર કરીને રાખી શકો છો. ટ્રાફિક પોલીસ જ્યારે માંગે ત્યારે તમે તેને ડીજી લોકરમાં રહેલા ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો બતાવી શકો છે. આવું કરવાથી તમારે દંડની રકમ નહીં ભરવી પડે.