અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડીયાને કોર્ટે ત્રણ વર્ષની કેદની સજા ફટકારતા રાજકારણમાં ભુકંપ આવ્યો છે.અમરેલી સેશન્સ કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી છે.3 વર્ષ પહેલા સિવિલના ડૉક્ટર સાથેના ઝઘડા કેસમાં ચુકાદો આવતા દોષિત જાહેર કરાયા છે.1લી જાન્યુ.2013ના રોજ સિવિલના ડૉ.ડાભી સાથે ઝઘડો કર્યો હતો.