સંજય ટાંક. અમદાવાદ: મંઝીલ ઉસિકો મિલતી હૈ જીસકે સપનો મે જાન હોતી હૈ, સિર્ફ પંખ હોને સે કુછ નહિ હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ. જી હા પંક્તિને સાર્થક જામજોધપુરના (Jamjodhpur) લિસન કડીવારએ (lisan kadivar) JEE એડવાન્સની (Jee advance) પરીક્ષામાં ઓલ ઓવર ઈન્ડિયામાં 57મો રેન્ક મેળવ્યો છે. લિસનના પિતા ચાની કીટલી ચલાવે છે. પોતે માત્ર 12 ધોરણ પાસ હોવા છતાં દીકરાને ભણાવવાનું સપનું સાકાર થયું છે. લિસન પણ બોમ્બે IITમાં એડમિશન લેવાની ઈચ્છા ધરાવે છે.
કોરોનાના કારણે મે મહિનામાં મોકૂફ રહેલી JEE એડવાન્સની પરીક્ષા ઓક્ટોબરમાં લેવાઈ. જેનું પરિણામ જાહેર થયું છે. ઓલ ઓવર ઇન્ડિયાના ટોપ 100માંથી ગુજરાતના 10 વિધાર્થીએ રેન્ક મેળવ્યો છે. વિધાર્થી નમન સોની છઠ્ઠો રેન્ક, અનંત કિડામબી 13 મો રેન્ક, પરમ શાહે 52 મો રેન્ક, લિસન કડીવારનો 57મો રેન્ક, પાર્થ પટેલનો 72 રેન્ક જ્યારે રાઘવ અજમેરા 93 મો ક્રમાંક મેળવ્યો છે.
57મો રેન્ક મેળવનાર લિસનના પિતા દિપક કડીવાર જામજોધપુરમાં ચાની કીટલી ચલાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા લિસનના પરિણામથી પરિવારમાં ખુશી છવાઈ છે. લિસન જણાવે છે કે, તે માતાપિતાથી દૂર અમદાવાદમાં રહે છે અને પુના ઇન્ટરનેશનલ સ્ફુલમા અભ્યાસ કર્યો છે. પહેલા તે PG માં રહેતો હતો પરંતુ કોરોનાના કારણે તે તેના મામાના ઘરે રહેવા લાગ્યો હતો.
મહત્વનું છે કે JEE એડવાન્સમાં અનંત કાદીમ્બિએ ૧૩મા સ્થાને આવ્યો છે અનંતે જેઇઇ મેઇન્સ પરીક્ષામાં પણ દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હાર્ડવર્ક ની સાથે સાથે સ્માર્ટ વર્ક પણ જરૂરી છે રોજના ૧૦ કલાક નું વાંચન અને પ્લાનિંગ તૈયારી કરવામાં આવે તો આસાનીથી પરીક્ષામાં સારા ગુણે પાસ થઈ શકાય છે.