Gujarat Corona Update: રાજ્યમાં 23મી મેની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 23-5-2022) સ્થિતિ જોતા એક્ટિવ કેસનો આંકડો (gujarat Coronavirus Cases) સતત નીચે આવી રહ્યો જે એક રાહતના સમાચાર છે. રાજ્યમાં 200ના આંકડાએ રહેતા એક્ટિવ કેસ હવે 290ની નીચે આવી ગયા છે. જોકે કાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસ વધ્યા છે. રાજ્યમાં આજે 23મી મેની સાંજે કોરોના વાયરસના નવા 24 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા છે અને વડોદરા શહેર, ભાવનગર શહેર, અમદાવાદ જિલ્લો અને કચ્છમાં કોરોનાનો કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે 23મી મેની સંધ્યાએ અમદાવાદ શહેરમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા છે, વડોદરા શહેરમાં 4 કેસ નોંધાયા છે. ત્યાં જ ભાવનગર કોર્પોરેશનમામં 02 અને કચ્છમાં 01 કેસ નોંધાયો છે આમ આજે રાજ્યમાં કુલ 24 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યના કોઈ પણ શહેર જિલ્લામાં કોરોનાના એક પણ નવા કેસ નોંધાયા નથી. જે એક રાહતભર્યા સમાચાર છે.